Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામે ગત મોડીરાત્રીના એક સનસનીખેજ લુંટની ઘટના સામે આવી છે, અને આવેલ ચાર શખ્સો છરીની અણીએ એક કાર સહીત સોના ચાંદીના દાગીના સહિતની માલમતા મળી 8 લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ જતા જીલ્લાભરની પોલીસ દોડતી થઇ જવા પામી છે, આ ઘટનામાં મળતી વિગતો મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામે વસવાટ કરતા ગોરધનભાઈ ટપુભાઈ પરેસા નામના 60 વર્ષીય નિવૃત વૃદ્ધની મેવાસા ગામના ફાટકની બાજુમાં આવેલ વાડીના રહેણાક મકાને ગતરાત્રીના એક વાગ્યા આસપાસ ચાર શખ્સો લુંટના ઈરાદે ઘુસી ગયા હતા,
અને આવેલ શખ્સોએ ગોરધનભાઈ અને તેના પરિવારના અન્ય સભ્યોને છરી લોખંડના પાઈપ દાતરડા જેવા હથિયારોથી ભય બતાવી સામાન્ય ઈજાઓ પહોચાડી અને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના જેની કિમંત 5.37 લાખ, ક્વીડ કાર જેની કીમત 3 લાખ આમ કુલ મળી 8.37.800 ની માલમતાની લુંટ કરી નાશી ગયાની જાણ પોલીસને કરવામાં આવતા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એલસીબી એસઓજી, ડોગ સ્કવોડ, સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને લુંટારાઓના સગડ મેળવવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-3 લાખની કિમતની કાર પોલીસને મળી આવી
આ અંગે દ્વારકા એસ.પી.સુનીલ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે નાશી ગયેલા લુંટારાઓને ઝડપી પાડવા અમારી ટીમો કાર્યરત છે, અને રાત્રીના અમારી ટીમોની સઘન તપાસ દરમિયાન લૂટના મુદ્દામાલની ઘટનાસ્થળથી થોડી દુર મળી આવી છે, જે લુંટારાઓ મૂકીને અન્ય વાહનમાં પલાયન થઇ ચુક્યા હોય તેમ લાગે છે, મળી આવેલ મુદામાલની કાર પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી હોવાનુ તેમણે અંતે જણાવ્યું.