Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર છાશવારે સવાલો ઉઠતા રહે છે, અને પોલીસની હોવી જોઈતી ધાક આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કા તો ઓસરી રહી છે અથવા તો પોલીસની મીઠી નજર હેઠળ બધું ચાલવા દેવામાં આવે છે, આવા આક્ષેપો થતા રહે છે, એવામાં છેલ્લા કેટલાક સમયથી દ્વારકા જીલ્લાના અલગ અલગ ગામોમાં યંત્રો આધારિત ઓનલાઈન જુગારધામ ચાલી રહ્યાની વાતો ચાલી રહી હતી પણ તે વાતો હકીકત છે તેવુ આવા જુગારના બે દરોડા પરથી સ્પષ્ટ થયું છે.વાત છે કલ્યાણપુર પોલીસ દ્વારા રાવલ ગામે કરવામાં આવેલ દરોડાની….
કલ્યાણપુર તાલુકાના રાવલગામે કોળી ચોરા ખોજાખાના પાસે મુરૂભાઈ રમણભાઈ ગામીની માલિકીની દુકાનમાં એચ.એસ. માર્કેટીંગના રજનીભાઈ વલ્લભભાઈ પટેલ રહે.પોરબંદર વાળાએ સાથે મળી દુકાન ભાડે રાખી દુકાનમા કારાભાઈ માંડણભાઈ પાણખાણીયા, લીલાભાઈ રામાભાઈ જાદવ, દેવશીભાઈ પાંચાભાઈ પરમાર વાળાઓને બહારથી બોલાવી પોતાના અંગત ફાયદામા માટે એલ.ઈ.ડી. ઉપર આંકફેરનો પૈસાની હારજીતનો નશીબ આધારીત જુગાર રમાડી યંત્રોના ચીત્રો ઉપર રૂ.11/- મુકાવી દર પંદર મીનીટે ડ્રો કરવામાં આવતા અને વિજેતા આંકને રૂ.11/- ના બદલામા રોકડા રૂ.100/- આપી રોકડ પૈસાની હારજીતનો જુગાર રમાડી ગુજરાત હાઇકોર્ટના સ્પે.સીવીલ એપ્લીકેશન નં- 2244/13 તથા 12048/16 ના હુકમના નીયમોનો ભંગ કરી હુકમની આડમા પૈસાની હારજીતનો નશીબ આધારિત જુગાર ચલાવી આરોપીઓ રોકડા રૂ.13,808/- તથા એલ.ઈ.ડી. ટીવી વિગેરે સાધનો કી.રૂ.28,150/- મળી કુલ કી.રૂ. 41,958/- નો મુદામાલ સાથે ઝડપાયા હોય તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો રાવલ ગામમાં પડેલા બીજા દરોડામાં પણ આવું જ જુગારધામ ઝડપાયું છે, જેમાં રોહીતભાઇ જેશાભાઇ મકવાણા જે પોલીસને હાજર નથી મળી આવ્યો જે હોનેસટ ઓનલાઇન માર્કેટીંગના કેતન મુળુભાઇ શીંગરખીયા સાથે મળી દુકાન ભાડે રાખી દુકાનમા બહારથી બોલાવી પોતાના અંગત ફાયદામા માટે એલ.ઈ.ડી. ઉપર આંક ફેરનો પૈસાની હારજીતનો નશીબ આધારીત જુગાર રમાડી યંત્રોના ચીત્રો ઉપર રૂ.11/- મુકાવી દર પંદર મીનીટે ડ્રો કરી વિજેતા આંકને રૂ.11/- ના બદલામા રોકડા રૂ.100/- આપી રોકડ પૈસાની હારજીતનો જુગાર રમાડી ગુજરાત હાઇકોર્ટના સ્પે.સીવીલ એપ્લીકેશન નં- 767/20 ના હુકમના નીયમોનો ભંગ કરી હુકમની આડમા પૈસાની હારજીતનો નશીબ આધારિત જુગાર ચલાવી આરોપીઓ રોકડા રૂ.5544/- તથા એલ.ઈ.ડી. ટીવી વિગેરે સાધનો કી.રૂ.23,950/- મળી કુલ કી.રૂ. 29,494/- નો મુદામાલ સાથે ઝડપાઈ જતા દ્વારકા જીલ્લાના એક જ તાલુકામાં આ જુગારધામ સામે આવ્યા છે, અન્ય સ્થળોએ આવા યંત્રો આધારિત જુગારધામો ચાલે છે ત્યાં પોલીસ કેવી કાર્યવાહી કરશે તે જોવાનું છે.