Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા એલસીબીની ટીમે કલ્યાણપુર તાલુકાના માળી ગામની સીમમાં રહેતા અજાભાઇ ભીમાભાઇ જામ ગઢવી વાળાઓ પોતાના રહેણાંક મકાને બહારથી ફોર વ્હીલ કારમાં મોટા પ્રમાણમાં બહારથી જુગાર રમવા બોલાવી, જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત આધારે એલ.સી.બી. પો.ઇન્સ જે.એમ.ચાવડા સાથે એલ.સી.બી ટીમના સ્ટાફે માળી ગામની ગલા ધાર સીમમાં રહેતા અજાભાઇ ભીમાભાઇ જામ ગઢવી વાળાઓના વાડીના રહેણાંક મકાને રેઇડ કરી રોકડ રૂપિયા 55,320/- ફોરવ્હીલ વાહન ગાડી- 3 કિ.રૂ. 11,50,000/- મોબાઇલ ફોન નંગ-8 કિ.રૂ. 35,000/- ફુલ મુદામાલ રૂ. 12,40,320/- સાથે નીચે જણાવેલ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.
કોણ કોણ ઝડપાયું…
(1) ભીમાભાઇ જામ રહે. માળી ગામની ગલાધાર સીમ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા
(2) સવદાસભાઇ જેઠાભાઇ કારાવદરા ધંધો-ખેતી રહે. નગડીયા ગામતા.કલ્યાણપુર
(3) ભરતભાઇ રામાભાઇ ગોરાણીયા ધંધો-ખેતી રહે. ખાંભોદર તા.જી પોરબંદર
(4) ભીમાભાઇ માંડણભાઇ ગોરાણીયા ધંધો ખેતી રહે. અડવાણા તા.જી પોરબંદર
(5) કલ્પેશભાઇ કિશોરભાઇ બાંભણીયા ધંધો- મજુરી તથા નોકરી રહે. જયુબેલી પાર્ક, પોરબંદર
(6) બાબુભાઇ રામાભાઇ ગોરાણીયા ધંધો ખેતી રહે. બગવદર વાડી વિસ્તાર તા.જી. પોરબંદર
(7) કુસુમબેન વા/ઓ સુનીલભાઇ લાલજીભાઇ ઝાલા, રહે.- મેર બોડીંગ ગામ પાસે, પોરબંદર
(8) જાગૃતિબેન વા/ઓ મહેશભાઇ ગોપાલભાઇ જોષી રહે. છાયા, પરિશ્રમ સોસાયટી, પોરબંદર
(9) દક્ષાબેન વા/ઓ નીલેશભાઇ વેલાભાઇ લોઢારી રહે. કે.કે.નગર, બોખીરા તા.જી. પોરબંદર
આ કામગીરી એલ.સી.બી પો.ઇન્સ જે.એમ.ચાવડા, સ્ટાફના એ.એસ.આઇ. સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા હેડ કોન્સ. અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા તથા મહીલા પો.સ્ટે. મહીલા કોન્સ. મંજુલાબેન જોડાયા હતા.