Mysamachar.in-જામનગર
થોડા સમય પૂર્વે જ રાજ્યના પેટ્રોલપંપ સંચાલકો મુખ્યમંત્રીને રજૂઆત માટે પહોચ્યા હતા અને રાજ્યમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલ ગેરકાયદેસર બાયોડીઝલના પંપ બંધ કરાવવા અને જો તે બંધ ના થાય તો આંદોલનાત્મક ચીમકી ઉચ્ચારતા સરકારે દરેક જિલ્લાઓમાં આદેશ કરીને આવા બાયોડીઝલના પંપો સામે કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી, પણ આ અસર જામનગરમાં બેસર થઇ રહી હોય અને પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સામાં શાબાશી જામનગર SOG ટીમને આપવી પડે કારણ કે પુરવઠા વિભાગનું કામ તેણે કરી નાખ્યું છે.
જામનગર SOG પી.આઈ.એસ.એસ.નીનામા અને પી.એસ.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમે ગુલાબનગર ઓવર બ્રીજથી આગળ હાપા તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ લક્કી ગેરેજના વાળામાં હાર્દિક સુરેશભાઈ માખેલા રહે-ગુરુધ્વારા જામનગર વાળો તેમના વાળામાં અનઅધિકૃત બાયો ડીઝલ / એલડીઓ પેટ્રોલયમ પદાર્થ સંગ્રહ કરી રિફલીંગ કરી વેચાણ કરે છે. તેવી હકીકત આધારે જામનગર શહેર મામલતદાર સાથે રેઇડ કરી મજકુર ઇસમને પકડી પાડી તેમના કબજા માંથી બાયો ડીઝલ લી. 8000/- કી રૂ.4,56,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.5,34,000/- નો મુદામાલ કબજે કરી મજકુર વિરુધ્ધ ઈ.પી.કો કલમ 285 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ની કલમ -3,7,11 મુજબ ધોરણ સર કાર્યવાહી કરેલ છે.
-પોલીસે નોંધ્યું કે….
આ જથ્થો અનઅધિકૃત રીતે રાખી સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોઇ મંજુરી મેળવેલ ન હોય તેમજ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલય નવી દિલ્લી તા-30/04/2019 ના ભારત રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ નોટીફિકેશન નં-પી 13039(18)1/2018 સીસીપી 2624 મુજબ વેચાણ આઉટ લેટ માટે જરૂરી બોયો ડીઝલ વેચાણ માટે કલાસ-બી પેટ્રોલીંયમ પેદાશ હોવા છ્તા તેના કલાસ-બી ના ધારા ધોરણ મુજબની પરવાનંગી મેળવેલ નથી તેમજ આ રીફીલીંગ મોટરથી ભરી આપવા માટે કોઇ ભાવ પત્રક કે ચેક લીસ્ટ કે કોઇ સ્કોટ રજીસ્ટર કે વેચાણ બીલ નીભાવેલ ન હોય તેમજ જવલનશીલ પદાર્થ અનઅધીકૃત રીતે રાખી વેચાણ કરી ફાયર સેફ્ટીના સાધનો નહી રાખી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે.
-આવા છાનેખૂણે ચાલતા બાયોડીઝલના વેપલા સુધી પુરવઠા તંત્ર હવે પહોચશે..?
સુત્રો જણાવે છે કે ગઈકાલે એસઓજી ટીમે દરોડો કર્યો સારી બાબત છે, પણ શહેર જીલ્લામાં ક્યાંક અન્ય સ્થળોએ છાનેખૂણે કે પછી માત્ર રાત્રીના આવા બાયોડીઝલના હાટડાઓ ચાલી રહ્યા છે, જેના સુધી પુરવઠા તંત્ર પહોચશે કે કેમ પછી..?