Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં બે સ્થળોએ જુગારના અખાડા પર પોલીસે દરોડા પાડી અને મહિલાઓ અને પુરુષ જુગારીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી છે, જેમાં પ્રથમ દરોડાની વાત કરવામાં આવે તો સીટી બી ડીવીઝન પોલીસે રાજપાર્ક પાસે, રમણપાર્ક, સાંઇ બાબાના મંદિર નજીક પ્રવીણાબેન જગદીશભાઇ રામભાઇ ગઢવીના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હોવાની માહિતી પરથી રેડ પાડીને માત્ર રોકડા રૂપિયા 44,160 સાથે નીચે મુજબની 9 મહિલાઓને ઝડપી પાડી છે.
– પ્રવીણાબેન જગદીશભાઇ રામભાઇ ગઢવી રહે. રાજપાર્ક પાસે, રમણપાર્ક, સાંઇ બાબાના મંદિર પાસે
– રેવાબેન મોહનભાઇ મગનભાઇ પુજારા રહે. પટેલ કોલોની શેરી નં.5, પટેલ પંડાવાળાની ગલીમાં, “આશીષ”
– મનહરબા પ્રવીણસિંહ ચનુભા વાળા રહે. રામેશ્વરનગર,વિનાયક પાર્ક શેરી નં.4
– જયશ્રીબેન કિશોરભાઇ ગીરધરભાઇ સચદેવ રહે. રણજીતનગર, શાક માર્કેટની બાજુમાં, શેરી નં.3
– ચંદ્રબા મહિપતસિંહ રતનસિંહ જાડેજા રહે. તીરૂપતી સોસાયટી, શીવ ટાઉનશીપ વાળી ગલી, ઢીંચડા રોડ
– વર્ષાબેન પ્રફુલચંદ્ર બાબુભાઇ સોલંકી રહે. હાલ રહે. કામદાર કોલોની, દેરાસરની સામે, શેરી નં.7
– રાધાબેન જીતેન્દ્રભાઇ બાબુભાઇ વિઠ્ઠલાણી રહે. મદીના મંજીલ, પંચવટી ગૌશાળા પાસે
– મૌસમી કિશોરભાઇ ગીરધરભાઇ સચદેવ રહે. રણજીતનગર, શાક માર્કેટની બાજુમાં, શેરી નં.3
– ભારતીબેન હરેશકુમાર ભોગીભાઇ મહેતા રહે. હવાઇ ચોક, નાગર ચકલો, પ્રીતીબેનના દવાખાનાની પાસે
જયારે જુગારનો બીજો દરોડો સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પાડવામાં આવ્યો જેમાં પંજાબ નેશનલ બેક રોડ ચૌહાણફળી શેરી નં 3 ખવાસ જ્ઞાતીનીવાડી બાજુમા રાજેશ હરિભાઈ મકવાણા પોતાના મકાને બહારથી માણસો બોલાવી અને જુગારનો અખાડો ચલાવતો હોય પોલીસે દરોડો પાડી 81,900ના મુદામાલ સાથે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે જેની નામાવલી નીચે મુજબ છે,
– રાજેશભાઇ હરીભાઇ મકવાણા રહે. પંજાબ નેશનલ બેક રોડ ચૌહાણફળી શેરી નં. 3 ખવાસ જ્ઞાતીનીવાડી બાજુમા
– વિપુલ નાથાલાલ ચાવડા રહે.નાગનાથગેઇટ જુનો કુભારવાડો અંબાજી ચોક
– પરેશભાઇ નાથાલાલ સોઢા રહે. હર્ષદમીલની ચાલી પ્રણામી-3 એપાર્ટમેન્ટ બ્લોક નં-48 રાજુભાઇ દવેના મકાનમાં ભાડેથી
– પરેશભાઇ શાંતિલાલ પરમાર રહે. નાગનાથ ગેઇટ જુનો કુંભારવાડો જામનગર
– બીપીનભાઇ દયાળજીભાઇ જેઠવા રહે. દેવુભાનો ચોક બ્રાહ્મણની ડેલી અંદર
– જનકભાઇ ધીરૂભાઇ સોઢા રહે. પટેલકોલોની શેરી નં-10 રોડ નં-4 શાંતિનગરના ખુણા પાસે
– મનહરભાઇ ઉર્ફે મુન્નો ખોડુભાઇ ગોહિલ રહે. ટીંબાફળી દેવુભાચોક