Mysamachar.in-જામનગર:
ગઈકાલે દિવાળીનો પર્વ હતો, ત્યારે સૌ કોઈ પોતાની શક્તિ મુજબ ફટાકડા ફોડી અને તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે, પણ જામનગરમાં બે શખ્સોની લુક્ખી દાદાગીરીનો મામલો પોલીસ મથકમાં પહોચ્યો છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે જામનગર શહેરના ઇન્દ્ર્દીપ સોસાયટી નજીક શ્રીજી સીઝન સ્ટોર નામની દુકાન ચલાવતા બાલકૃષ્ણ ભગવાનજી જામવેચા નામના વેપારીની દુકાને સફેદ ટીશર્ટ પહેરલ એક અજાણ્યો શખ્સ પહેલા આવ્યો હતો અને ફટાકડાની દુકાને ફટાકડા લેવા આવેલ અને મફતમાં ફટાકડા આપવાનું કહેતા વેપારીએ ફટાકડા મફતમાં આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે વેપારીને જાપટ મારી દુકાન બહાર જઈ અને અન્ય કોઈ લાલો ઝાલા નામના વ્યકિતને પણ ત્યાં બોલાવેલ અને જેને છરી બતાવી ગાળાગાળી કરી અને ફટાકડા મફતમાં ના આપવા બાબતે વેપારી સાથે માથાકૂટ કરતા વેપારીએ આ મામલે સીટી બી ડીવીઝનમાં બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.