Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
તાજેતરમાં જ જામનગર રાજકોટ હાઈવે પર હિન્દુજા લેલન્ડ કંપનીના અધિકારી દ્વારા ત્રણ શખ્સો સામે 13 ટ્રકો રી-ફાયનાન્સ પર લીધા બાદ એક હપ્તો ભર્યા બાદ અન્ય હપ્તાઓ ના ભરી અને જયારે સીઝરો ગાડી સીઝ કરવા ગયા ત્યારે બબાલ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, ત્યાં જ આ કંપની સાથે દ્વારકા જીલ્લામાં પણ છેતરપીંડી કરનાર ચાર શખ્સો સામે કંપનીના એરિયા મેનેજરે ફરિયાદ નોંધાવી છે. દ્વારકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જયેશ તુલસીદાસ જોષી નામના વ્યક્તિ હીન્દુજા લેલન્ડ ફાઇન્સાસ લી. માં એરીયા મેનેજર તરીકે નોકરી કરે છે,
અને આરોપીઓએ હીન્દુજા ફાઇનાન્સ કંપનીમાંથી કુલ-9 ટ્રકોની લોન લઇ અને એગ્રીમેન્ટ કરેલ હોય જેમાં જયા સુધી ફાઇનાન્સ ના પુરા હપ્તા ન ભરાઇ ત્યા સુધી ગાડી કોઇને વ્હેચી શકે નહી કે તબદીલ કરી શકે નહી આવા કરાર હોવા છતા આરોપીઓએ વ્યવસ્થિત કાવત્રુ રચી અને ટ્રકો બારોબાર દેવાભા બાબાભા સુમણીયા, જીતુભા બાબભા સુમણીયા અને ભુટાભા બાબાભા સુમણીયાએ આ ટ્રકો જમાલ અબ્દુલભાઇ ને વ્હેચી નાખી ફાઇનાન્સ કંપનીને કુલ રૂ 1,49,85,249/- ની રકમ નહી ભરી કંપની સાથે છેતરપીડી વિશ્વાતઘાત કર્યાની ફરિયાદ ચારેય સામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.