Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલ કોવીડ હોસ્પીટલમાં થોડાદિવસ પૂર્વે જામનગર પોલીસે કબજો મેળવેલ એક આરોપી નજર ચૂકવીને બપોરના સુમારે કોવીડ હોસ્પિટલમાં થી નાશી જતા પોલીસ તેની શોધખોળમાં લાગી હતી, દરમિયાન આજે ભાગેડુ શખ્સ અને તેને ભાગી જવામાં મદદ કરનાર બન્ને શખ્સોને એલસીબીએ એ ઝડપી પાડ્યા છે, વાત કાઈક એવી છે કે પોરબંદરના અડવાણા ગામનો વતની ભીમા વેજા મેર નામનો એક શખ્સ ફાયરીંગ, બળાત્કાર, લૂંટ, ચોરી, ચીલઝડપ અને મર્ડરના ગુન્હા પોલીસ ચોપડે તેના નામે બોલે છે, ગત તારીખ 11 સપ્ટેમ્બરના રોજ જામનગરની કોવીડ હોસ્પિટલમાંથી ભીમા વેજા મેર નામનો આરોપી નાસી ગયો હોવાની ધટના સામે આવી હતી. તેની જામનગર પોલીસે પકડવામાં સફળ રહી છે.
ભીમા મેરની પોલીસે ચીલઝડપના ગુનામાં ધરપકડ કરી હતી. જામનગર પોલીસે તેનો કબજો સંભાળ્યો હતો. સીટી સી ડિવિઝન પોલીસે અમદાવાદથી તેનો કબજો સંભાળ્યો હતો. આરોપી ભીમા મેરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. ત્યારે તે કોરોના પોઝિટીવ જાહેર થયો. 11 સપ્ટેમ્બરના રોજ જામનગરની કોવીડ હોસ્પિટલમાંથી તે નાસી ગયો હતો. આ કોરોના પોઝિટિવ આરોપી ઝડપભેર મળે તે માટે પોલીસે પ્રત્યનશીલ હતી, જે બાદ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર અમે. જે. જલુના માર્ગદર્શન હેઠળની બે ટીમોએ આરોપી તેમજ આરોપીને ભગાડવામાં મદદ કરનાર રીઢા અને પાકાકામના કેદી તરીકે સજા ભોગવી રહેલ ઇશાન્તને પણ સાથે પકડી પડ્યો છે. અને બંનેની આગળની કાર્યવાહી સિટી બી પોલીસને સોંપવામાં આવી છે.