Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં શિક્ષણજગતને લાંછન લગાડતો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે.વાત કઈક એવી છે કે જામનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેન્દ્ર લાખા મકવાણાએ મૂળ અમરેલીની એક યુવતી સાથે થોડાસમય પૂર્વે મૈત્રીકરાર કર્યા હતા અને બન્ને મૈત્રીકરારમાં સાથે રહેતા હતા, જે બાદ કોઈ બાબતને લઈને શિક્ષક યોગેન્દ્ર આ મૈત્રીકરાર રદ કરવા માંગતો હોય પરંતુ યુવતી આ મૈત્રી કરાર ચાલુ રાખવા માંગતી હોય જે બાબતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી, અને યોગેન્દ્રએ યુવતીને ઢીકાપાટુંનો માર મારી તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધતા યુવતીએ આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોતે જેની સાથે મૈત્રીકરાર કર્યા છે તે યોગેન્દ્ર મકવાણા વિરુદ્ધ બળાત્કાર, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા આ ગુન્હાની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ.રાઠવા એ.એસ.આઈ.ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.