Mysamachar.in-જામનગર
લોકડાઉન અને તમાકુના બંધાણીઓએ લોકડાઉન દરમિયાન ભારે કરી હોવાના કેટલાય કીસ્સ્સાઓ સામે આવી ચુક્યા છે, તેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો જામનગરમાં થયો છે, જામનગરમાં લીમડા લાઇન નજીક રાજપુતપરામાં રહેતા યોગરાજસિંહ ભાવુભા ચુડાસમાએ લીમડા લાઇન નજીક મનીષ રોહેરા નામના શખ્સે પોતાના પર ઢીકાપાટુ તથા લાકડી વડે હમલો કરી જમણી આંખ અને કોણી પાસે ઇજા પહોચાડ્યાંની અને ગાળો ભાંડી જાનથી મારી માખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે થોડા દિવસ પહેલા જામનગર શહેરમાં પાન મસાલા તમાકુના વેપારી એવા મનીષ રોહેરાના ભાઈ પાસેથી તમાકુનો સમાન ખરીદ્યા બાદ આ માલની લેતીદેતી બાબતે મનીષના ભાઈના અયોગ્ય વર્તનની ફરિયાદ યોગરાજસિંહએ મનીષને કરતા મામલો પૂરો કરવાને બદલે મનિષ રોહેરાએ ગાળો ભાડવાનું શરૂ કર્યું હતું તેથી યોગરાજસિંહ તેને ગાળ ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા મનિષેરોહેરાએ તેઓને આંખ પાસે ઢીકો મારી કોણી પાસે લાકડી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આઇપીસી 323 504 506 (2) જીપી એકટની કલમ 135 (1) હેઠળ ગુન્હો નોંધ્યો છે.