Mysamachar.in-જામનગર:
જામનગરના હવાઈચોક વિસ્તારમાં ગતમોડીરાતના બબાલ સર્જાતા પોલીસ પણ ધંધે લાગી હતી, વાત એવી છે કે હવાઈચોકમાં નાસ્તાની રેકડી ચલાવતા વિશાલની રેકડી પર બે શખ્સો નાસ્તો કરવા માટે આવ્યા હતા, અને નાસ્તો કરી લીધા બાદ પૈસા આપવાની વાત આવી ત્યારે પૈસા ના આપતા બબાલ સર્જાઈ હતી, વિરલ કનખરા અને લખન ભદ્રા નામના શખ્સો નાસ્તો કરવા માટે આવ્યા હતા અને નાસ્તો કર્યા બાદ પૈસાના આપીને દાદાગીરી કરી રેકડીવાળાના ભત્રીજાને માર મારી રેકડીનો માલસામાન વેરવિખેર કરી અને નાશી છૂટ્યા હતા, બનાવની જાણ પોલીસકંટ્રોલને કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ અને એલસીબી પણ સ્થળ પર દોડી આવ્યા હતા, અને મામલો થાળે પાડી અને બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.