Mysamachar.in-જામનગરઃ
શિયાળામાં સામાન્ય રીતે ચોરીની ઘટના વધુ બનતી હોય છે. ઠંડીના સૂસવાટા બોલાવતા પવનને કારણે રસ્તાઓ સૂમસામ બને છે, જેનો ફાયદો લૂંટારૂઓ અને ચોર ટોળકી ઉઠાવે છે. ખાસ કરીને ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં લૂંટારૂ ટોળકી વધુ સક્રિય જોવા મળે છે, બાઘલા ગામના સરપંચ ઇલિયાશ પટ્ટાએ પોલીસ અધિક્ષક જામનગરને સંબોધીને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 15થી 20 દિવસમાં લૂંટફાટના બે ગંભીર બનાવો બન્યા છે, જેમાં તાજેતરમાં જ રાત્રીના સમયે ખટીયાથી સમાણા ગામ નજીક સ્ટેટ હાઇવે પર પથ્થર ફસાવીને કાર ચાલકોને પથ્થર અને ધોકા મારીને રૂપિયા સહિત માલમત્તાની લૂંટ ચલાવવામાં આવે છે. આ બાબતે જામનગર એસપી સહિતના અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ બાબતે કોઇ પગલા લેવામાં આવે.