Mysamachar.in-જામનગર:
આજના ફાસ્ટયુગમાં લોકોને દરેક બાબતો માટે ઓનલાઈનનું વધારે ઘેલું લાગ્યું છે, ઓનલાઈનની માયાજાળ વચ્ચે સાઈબરક્રાઈમ અને છેતરપીંડીના કિસ્સાઓ લગભગ દરરોજ સામે આવવા લાગ્યા છે, કોઈ ને કોઈ રીતે લોકો સામેની વ્યક્તિનું પૂરી રીતે જોયાજાણ્યા વિના પોતાની વ્યક્તિગત માહિતીઓ આપવા લાગે છે અને પછી પસ્તાવું પડે છે, અભણ તો ઠીક પણ શિક્ષિત લોકો શા માટે કોઈ પર આંધળો વિશ્વાસ મુકીને છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે, તે સવાલ પોલીસને મન પણ ખુંચે છે, ત્યારે જામનગરમાં એક મહિલા શિક્ષિકા ૩૬ લાખથી વધુની છેતરપીંડીનો ભોગ બન્યા બાદ પોલીસસ્ટેશને પહોચતા હવે પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે,
વાત એવી છે કે શહેરના હાથીકોલોનીમાં વસવાટ કરતા પ્રીયંકાબેન વલ્લભભાઈ પટેલે પોતાના લગ્નનો બાયોડેટા Shaadhi.com નામની સાઈટ પર મુક્યો હતો જેમાં તેણીના મોબાઈલ નંબર હોય તેના પર રાહુલ નામના વ્યક્તિએ +૧(૮૪૫)૬૬૩-૧૧૯૫ એ મેસેજ કરી સંપર્ક કરી પોતાનુ નામ રાહુલ હોવાનુ જણાવી અને પોતે યુ.એસ.એ. થી પાર્સલ મોકલેલ છે, તેમ જણાવેલ અને તેની સાથે પ્રિયંકાબેને વાતચીત કરતા તેવોને વિશ્વાસ આવેલ અને જે બાદ ટેલીફોનીક સંપર્ક કેળવીને અને તેના થોડા સમય બાદ આ પાર્સલ ફસાઈ ગયેલ હોવાનુ જણાવી સુમા કુમારી ફોન નં ૭૩૦૩૮૧૪૪૩૨એ ફોન કરી આ પાર્સલ છોડાવવા માટે પૈસા માગી ઈન્ડસ બેકના ખાતા નં ૧૦૦૦૬૩૭૪૭૪૬૮, કોટક બેકના ખાતા નં ૮૫૧૨૧૬૭૪૬૪, ખાતાનં-૫૫૧૨૮૭૩૭૨૨, ખાતાનં-૭૯૬૦૨૦૦૧૦૦૨૪૨૦, એચડીએફસીના ખાતાનં-૫૦૨૦૦૦૪૩૨૯૫૩૪૫, કોટક બેકના ખાતા નં ૫૫૧૨૮૭૩૭૨૨, એચડીએફસીના ખાતાનં-૦૨૪૯૧૫૭૦૦૦૯૫૬૪ આમ અલગ અલગ સાત ખાતામા ૩૬,૮૨,૫૦૦ જમા કરાવડાવી છેતરપીડી, વિશ્વાસઘાત થયાનું જણાઈ આવતા તેવોએ સીટી એ ડીવીઝન પહોચ્યા હતા જ્યાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી કેસની તપાસ સાઈબર સેલ જામનગર પી.આઈ ને સોંપવામાં આવી છે.
-શિક્ષિત લોકો બને છે વધુ શિકાર…
વારંવાર સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા એલર્ટ આપવામાં આવતા હોવા છતાં પણ લોકો શા માટે ચેતવાને બદલે ફસાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જે લોકો આવી છેતરપીંડીનો ભોગ બને છે તેમાંથી મોટાભાગના ખુબ શિક્ષિત હોય છે છતાં પણ વણવિચાર્યું કરીને ફસાઈ જાય છે, આ કિસ્સામાં પણ જે મહિલા સાથે છેતરપીંડી થઇ છે, તે ખુબ શિક્ષિત પરિવારમાંથી આવે છે અને પોતે ખુદ શિક્ષિકા છે.