Mysamachar.in-જામનગર:
છેલ્લા એકાદ માસના સમયગાળા દરમ્યાન જામનગર શહેર,ધ્રોલ,કાલાવડ ટાઉન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ૬ મોબાઈલ ફોનો તથા એક મોટરસાઇકલ ની ચોરીઓ થયેલ હતી.તેમજ રાજકોટ શહેરમાં ૩ મોટરસાઇકલ.ની ચોરીઓ થયેલ હતી જે તમામ ચોરીઓના ગુન્હાઑ વણશોધાયેલ હતા.જે સંદર્ભે જામનગર LCBની ટીમ સતત વોચ માં હતી તે દરમ્યાન એક શખ્સ LCBને હાથ લાગી જતાં ૧૦ ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,
અગાઉ લુંટ તથા વાહનચોરીના ગુન્હામાં પકડાયેલ જીતુ જેરામભાઇ શેખા નારણપર વાળો મોબાઈલ ફોનો તથા વાહનચોરી જેવા ગુન્હાઓમા સંડોવાયેલ છે અને હાલ તેમના રહેણાક મકાને ચોરીનો મુદ્દામાલ રાખેલ છે,તેવી હકીકત મળતા તેના મકાનની ઝડતી તપાસ કરતાં જીતુ જેરામ શેખાના કબ્જામાથી ચોરી ના ૨ મોટરસાઇકલ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ચોરીના મોબાઈલ ફોનો નંગ-૬ કિ.રૂ.૬૮,૯૯૦/- મળી કુલ રૂ.૧,૦૮,૯૯૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે,આરોપીએ રાજકોટ અને જામનગર ચોરીઓ કરેલની કબુલાત આપી છે.