Mysamachar.in-અમદાવાદ:
ચોરીની વધી રહેલી ઘટનાઓમાં વધુ એક કિસ્સો અમદાવાદમા સામે આવ્યો છે,જેમાં કામવાળી બાઈએ કામના પહેલા દિવસે જ ઘરમાંથી હાથ માર્યાનો મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો છે,
અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં દેસાઇ પરિવારે ઘર કામ કરવા માટે એક બહેનને નોકરીએ રાખ્યા હતા. કામવાળી બહેનનો નોકરીનો જ પહેલો જ દિવસ હતો ત્યારે વેપારી પત્ની અને દીકરી સાથે અંબાજી દર્શન કરવા ગયાં હતાં,ત્યારે ઘરે કોઈ હાજર ના હોય કામવાળીએ તકનો લાભ ઉઠાવી તેના પતિને પણ કામના સ્થળે બોલાવ્યો હતો અને ઘરમાંથી રૂ.3.80 લાખના દાગીના ચોરી ગઈ હતી.
કામવાળી અંજલીએ પતિને બોલાવી દાગીના અને રોકડ મળીને કુલ રૂ.3.80 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે જીગરભાઇએ અંજલિ અને લલિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.