Mysamachar.in-જામનગર:
જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ ને મોટી સફળતા મળી છે,અને ડીઝલનો શંકાસ્પદ જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.,પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ અલીયાબાડા ગામ નજીક પેટ્રોલિંગ મા હતો ત્યારે એક પીકઅપવાનને રોકી અને તેની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ ડીઝલના કેરબાઓ મળી આવ્યા છે,

પોલીસે પીકઅપવાનમા થી કંતાન ઢાંકી ને રાખવામાં આવેલ ૫૦ કેરબા શંકાસ્પદ ડીઝલ ભરેલા ઝડપી પાડ્યા હતા,પોલીસે ઝડપી પાડેલ ૩૦૦૦ લીટર શંકાસ્પદ ડીઝલની કીમત ૨.૧૦ લાખ જેવી થાય છે,પોલીસે કુલ મુદ્દામાલ ૫ લાખનો કબજે કરી ભાણવડ ના સામત માડમ અને પોરબંદરના સરમણ કોડીયાતર સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે,

આ કાર્યવાહી પંચકોશી એ ના પીએસઆઈ ડી.પી.ચુડાસમા,હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજા,રાજેશભાઈ મીરાણી,શૈલેન્દ્રસિંહ જાડેજા,વીરેન્દ્રસિંહ જાડેજા,મગનલાલ ચંદ્રપાલ,જીગ્નેશભાઈ વાળા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
