Mysamachar.in-જામનગર:
SOG એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ, જેની કામગીરી દેશદ્રોહી પ્રવૃતિઓને પકડી પાડવાની છે, તેમાં જ તાજેતરમાં જામનગરમાં ફરજ પર સીટી-બી ડિવિઝનમાંથી SOGમાં હાજર થયેલા બે પોલીસકર્મીઓ પિસ્તોલ પ્રકરણમાં લાંચ લેતા રાજકોટ ACBની ઝપટે ચડી ગયા છે.
આજે જામનગર SOGએ તાજેતરમાં જ નવાગામના મોટરસાઇકલ અને પિસ્તોલ સાથે એક શખ્સને પકડેલ હતો. આ ગુન્હામાં નામ ન ખોલવા માટે અને પિસ્તોલ સાથે ઝડપાયેલ શખ્સને પરેશાન ન કરવા માટે, ઉપરાંત ઝડપાયેલ મોટરસાઇકલ પાછું આપવા માટે SOGના ભગીરથસિંહ જાડેજા અને જોગેન્દ્રસિંહ ચૌહાણને ૭ લાખની માંગણી કરી હતી અને કઈક ઓછું કરવાનું કહેતા સાહેબ નહીં માને તેમ કહીને બે દિવસ અગાઉ સાડા ત્રણ લાખ લીધા હતા અને એક દિવસ અગાઉ ૨.૫ લાખ મળીને કુલ ૫.૭૫ લાખ લીધા હતા.
બાકીના સવા લાખની માંગણી કરતા ફરિયાદીએ રાજકોટ ACBનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું. જેમાં SOGના આ બે પોલીસકર્મીઓ પટેલ કોલોની, ટીવીએસના શોરૂમની બાજુમાં, ફરિયાદીની ઓફિસમાં ૧.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACB દ્વારા આ બંને પોલીસકર્મીના ઘરની ઝડતી સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જામનગર પોલીસબેડામાં લાંચના આ બનાવથી ભારે ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.