Mysamachar.in- જામનગર:
ATM કાર્ડની સાથે પીન નંબર લખવાનું એક વ્યક્તિને ભારે પડી ગયું છે તસ્કરે ઘરમાં ઘૂસીને કંઇ હાથ ન લાગતા ATM કાર્ડની ચોરી કરીને તેના પર લખેલ પીન નંબરના આધારે ૨૫૦૦૦ ATM કાર્ડ મારફત ઉપાડી લીધાનો ચોરીનો કિસ્સો મોટીખાવડીમાં સામે આવ્યો છે,
જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા અસરફી શાહ નામના મજુરના મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા તસ્કરે રોકડા અઢારસો રૂપિયા, મોબાઈલ અને બેગમાંથી ATM કાર્ડની ચોરી કરી ગયા બાદ તસ્કરે ATM કાર્ડ સાથે પીન નંબર લખેલ હોવાથી તેના આધારે ATMમાંથી ૨૫ હજારની રકમ ઉપાડી લઇને ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે આ બનાવની જાણ થતા પી.એસ.આઈ વાઢેર દ્વારા તાત્કાલિક મજુરના ખાતામાં પડેલા એક લાખની રકમ વધુ ચોરી ન થાય તે માટે બેંક ખાતુ બ્લોક કરાવી નાખ્યું હતું અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.