Mysamachar.in-જામનગર:
જામનગર ખાતે અગાઉ ફરજ બજાવતા અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા મહિલા PSIના પતિએ ગઈકાલે પોતાના ઘરે પંખે લટકીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા આ બનાવનું કારણ જાણવા માટે જામનગર સીટી-સી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે,
બનાવ જાણે એમ છે કે, જામનગર સરલાબેન ત્રિવેદી આવાસમાં પાંચમા માળે રહેતા નિર્મળસિંહ જાડેજાએ ગઈકાલે સાંજના ૭ થી ૮ વાગ્યાના અરસામાં પોતાના ઘરે દોરી બાંધીને પંખે લટકી, કોઈ કારણોસર આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. મૃતક નિર્મળસિંહ ખાનગી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા અને તેમના પત્ની કલ્પનાબા જાડેજા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે PSI તરીકે ફરજ બજાવે છે અને સંતાનમાં ૮ વર્ષનો પુત્ર છે. ત્યારે મહિલા PSIના પતિએ કેવા સંજોગોમાં આપઘાત કર્યો છે, તેનું કારણ જાણવા માટે સીટી-સી પોલીસ મથકના ASI આર.આર.વર્માને તપાસ સોંપવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.