mysamachar.in-જામનગર:
ગત મંગળવારની રાત્રે શહેરના એસટી ડેપો નજીક રાજવીર કોમ્પ્લેક્ષમા આવેલ ઓરેન્જ કુરિયર એન્ડ કાર્ગો નામની પેઢીના સંચાલક ડેનિશ પટેલની તેના જ મિત્ર હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા એ પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા ડેનિશ પટેલ ને છરીના ઉપરાઉપરી બે ઘા ઝીંકી દેતા ડેનિશ પટેલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું,
આ ઘટનામાં હત્યારા હરદેવસિંહએ હુમલો કર્યા બાદ પોતે જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી સ્થળ પર બોલાવી હતી..અને પોલીસે પણ સ્થળ પર પહોચી અને સીસીટીવી અને પ્રત્યક્ષદર્શીના નિવેદનો લઇ અને વધુ તપાસ હાથ ધરી હતી,
પણ અંતે પોલીસને હાથ ડેનિશ પટેલની હત્યા નીપજાવનાર હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.