Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ ભરતા લોકોને અને મોટા કારોબાર ધરાવતા આસામીઓને CAની જરૂર પડતી હોય છે અને CA પાસે કામ કરાવતા આવા આસામીઓના જરૂરી કાગળો CAની ઓફિસે રાખતા હોય છે,ત્યારે CA દ્વારા એક આસામીના પાનકાર્ડનો દુરુપયોગ કરીને મોટા પાયે કરોડો રૂપિયાના આર્થિક ગોટાળા આચર્યા હોવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે,
જામનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિતના ત્રણ શખ્સોએ રાજકોટ રહેતા મૂળ કાલાવડના એક આસામીના બેન્કમાં ખોટી સહીઓ કરીને ૬ કરોડ ઉપરનું ટ્રાન્જેકશન કરી નાખવામાં આવ્યું હતું, આતો ઇન્કમ ટેક્સની ૩ કરોડ ઉપરનો ટેક્સ ભરવાની નોટીસ મળી ત્યારે સમગ્ર મામલો સામે આવતા CA સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા ચર્ચા જાગી છે,
સમગ્ર આર્થિક ગોટાળાની મળતી વિગત મુજબ મૂળ કાલાવડના અને રાજકોટ રહેતા જીજ્ઞેશભાઈ પટેલ નામના નોકરી કરતા આસામીએ જામનગરના પી.એન.માર્ગ પર આવેલ જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ શશાંક જૈન દોશીને આયકર વિભાગમાં પોતાનું પાનકાર્ડ જમા કરાવવા આપેલ હતું,
આ પાનકાર્ડ જમા કરાવવાના બદલે CA શશાંક જૈન ખોટી સહીઓ કરીને ધી વર્ધમાન કો.ઓપરેટીવ બેન્ક ચાંદી બજારમાં બે ખાતા ખોલી નાખ્યા હતા,આ એકાઉન્ટમાં વિજય ગલૈયા જામીન પડી,ખોટા એગ્રીમેન્ટ બનાવીને વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪ દરમ્યાન ૬.૩૪ કરોડ જેવુ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું,
આ મામલે મૂળ કાલાવડના અને હાલ રાજકોટ રહેતા જીજ્ઞેશભાઈ પટેલને ઇન્કમ ટેક્સ વિભાગએ ૩.૨૨ કરોડનો ટેક્સ ભરવા નોટીસ ફટકારી ત્યારે CA દ્વારા આચરવામાં આવેલ આર્થિક ગોટાળાનો આ મામલો સામે આવ્યો છે,
આ પ્રકરણમાં જામનગરના જાણીતા CA શશાંક જૈન, વિજય ગલૈયા અને કાલાવડના વિમલ ભટ્ટ સામે સીટી-એ પોલીસ મથકે કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧ અને ૧૧૪ મુજબ એવી રીતે કે જરૂરી કાગળો વગેરેમાં ખોટી સહીઑ કરી ખરા તરીકે રજૂ કરી એકબીજાને મદદગારી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે,ત્યારે શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ વગેરે સામે આર્થિક ગોટાળાનો મામલો સામે આવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.