mysamachar.in-જામનગર
એક તરફ જામનગરમાં કડકડતી ઠંડી છે,એવામાં રાત્રીના સમયે કોઈ તાપણા તો કોઈ શરાબનું સેવન કરી ને ઠંડી ઉડાવવાનો પ્રયાસ કરે છે,કડકડતી ઠંડી હોય અને રમ મળી જાય તો પ્યાસીઓનું તો કામ થઇ જાય,એવામાં જામનગરમાં પ્યાસીઓની ઠંડી ઉડાવવા આવેલ રમનો જથ્થો પ્યાસીઓના પેટમાં પહોચે તે પૂર્વે પોલીસે ઝડપી પાડ્યો છે,
જામનગર સીટી એ ડીવીઝન ડી સ્ટાફને માહિતી મળી હતી કે ચાઈનીઝની રેંકડી ચલાવતો અને સિલ્વર સોસાયટીમા રહેતો સફરુદીનઉર્ફે શકરું શેખ ના મકાને મોટી માત્રામાં રમ નો જથ્થો છે,તેવી માહિતી મળતાની સાથે જ પોલીસ સફરુદીનના ઘરે પહોચી હતી જ્યાંથી પોલીસને ઓલ્ડમંક રમની બોટલો ૧૬૯૨ નંગ મળી આવી હતી,પોલીસે ઓલ્ડમંક રમનો ૮.૪૬ લાખનો મુદામાલ કબજે કરી દારુનો જથ્થો સપ્લાય કરનાર રાજુ દમણ અને દારૂ લઇ આવનાર સલેમામાદની સંડોવણી ખુલતા તેને ફરારી જાહેર કરી તેની શોધખોળ આદરી છે.