Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા કથળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નો ચિતાર આપતો વધુ એક બનાવ સામે આવ્યો છે,જેમાં જામનગરના પોશ વિસ્તારમાં એક વેપારી સાથે ગાડી અથડાવ્યા બાદ ત્રણ શખ્સો વેપારી સાથે રકજક કરી અને તેની પાસે થી રોકડ સહીત ૧૨૦૦૦ ની માતા લુંટીને ફરાર થઇ ગયાનો બનાવ સામે આવ્યો છે,
ગત ચાર તારીખે બનેલા બનાવની ફરિયાદ ગઈકાલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં રાત્રીના નોંધાઈ છે જેમાં શહેરના શરૂ સેક્શન રોડ પર વસવાટ કરતાં સુભાષભાઈ માવાણી નામના વેપારી ગત ચાર તારીખના રોજ વીમાર્ટ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા ઇસમોએ સુભાષભાઈ ના વાહન સાથે પોતાનું નંબર વિનાનું વાહન અથડાવી ને સુભાષભાઈ સાથે ભારે રકજક કરી હતી,અને બાદમાં છરી બતાવી અને તેનું અપહરણ કરી ગીતામંદિર નજીક અંધારામાં લઇ ગયા હતા,
અંધારામાં સુભાષભાઈને લઇ ગયા બાદ ફરી તેને છરી બતાવી સુભાષભાઈ ના કબજામાંથી ૯૦૦૦ ની કીમતનો એક મોબાઈલ અને ૩૦૦૦ રોકડા લઈને ત્રણેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા,જે મતલબની ફરિયાદ નોંધાતા સીટી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.