Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાંથી લાખોનો વિદેશી શરાબ જે રીતે ઝડપાઇ રહ્યો છે,તે જોતાં ગુજરાત પ્રવેશની બોર્ડરોમાં કયાકને ક્યાક છીંડા હોવાનું ફલિત થઈ રહ્યું છે,અને વધુ એક વખત ભાણવડ સુધી લાખોની કિંમતનો શરાબનો જથ્થો પહોંચી ગયા બાદ ગતરાત્રીના દેવભૂમિ દ્વારકા LCBએ આ જથ્થો ઝડપી પાડ્યો છે,
હરિયાણાથી એગ્રીકલ્ચર પ્રોડક્ટસની બિલ્ટી લઈને નીકળેલા ટ્રકમાં દારૂ તાલપત્રી ઢાંકીને ભાણવડ સુધી પહોંચાડવામાં આવ્યો હતો,પણ LCB દારૂ ભાણવડના મોડપર નજીક પહોંચી ગયો હોવાની માહિતી મળતાની સાથે જ 45 લાખના દારૂ ભરેલ ટ્રકમાંથી 955 પેટી મોટી અને ચપલા વિદેશી દારૂનો જથ્થો અને ટોરસ સહિત કુલ રૂ.60,91,600 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસ રેઇડ દરમ્યાન ટોરસ ચાલક સહિત 2 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જ્યારે અન્ય પાંચ સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.