mysamachar.in-જામનગર
જીલ્લા જેલ મોબાઈલ મળી આવવાને લઈને છેલ્લા કેટલાક દિવસો થી ફરી વિવાદમાં આવી રહી હોય તેમ લાગે છે,હજુ થોડા દિવસ પૂર્વેની જ વાત છે કે જેલમાં ઝડતી દરમિયાન એક મોબાઈલ મળી આવ્યો હતો,ત્યાં જ ગઈકાલે ફરી વખત સુરેશ શિવગીરી ગૌસ્વામી નામનો કાચા કામનો કેદી કોર્ટ મુદત માટે ગયેલ અને તે કોર્ટ મુદતે થી જેલમાં પરત ફરતા જેલ સ્ટાફ દ્વારા મેઈન ગેટમા તેની તલાશી લેતા તેના કબજામાં થી ચપ્પલમાં છુપાવેલો રૂપિયા ૫૦૦ ની કીમતનો એક મોબાઈલ મળી આવતા જેલસહાયકે કાચા કામના કેદી વિરુદ્ધ સીટી એ ડીવીઝન મા આ મામલે ગુન્હો નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.