Mysamachar.in-જામનગર:
યુવતીના એક સંબંધી યુવકએ ગાંધીનગરના એક ઠાકોર શખ્સ સાથે ઓળખાણ કરાવ્યા બાદ યુવતી આ શખ્સના પ્રેમજાળમાં ફસાઈ જતા વારંવાર દુષ્કર્મ આચરીને તરછોડી દેતા પ્રેમ પ્રકરણનો કરૂણ અંત તો આવ્યો છે પરંતુ યુવાનીના ઉમરે ઉભેલ દરેક યુવતીઑ માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે,
બનાવની મળતી વિગત મુજબ જામજોધપુરના મોટી ગોપ ગામે રહેતી યુવતી ભાણવડ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય,એક વર્ષ પહેલા આ યુવતીના સંબંધી યુવક જે ઉપલેટા રહે છે.તેને ગાંધીનગરના વસંત ઠાકોર નામના યુવક સાથે ઓળખાણ કરાવી આપી હતી,
ત્યારબાદ યુવતી અવાર-નવાર વસંત ઠાકોર સાથે મોબાઈલ પર વાતો કરતા કરતા પ્રેમ થઈ ગયો અને એક દિવસ વસંત ઠાકોરે આ યુવતી માટે જામજોધપુર કાર મોકલીને ગાંધીનગર તેડાવી લીધા બાદ બંનેએ મૈત્રીકરાર કરી લીધા હતા,
દરમ્યાન યુવતીને બરોબરની પોતાના પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અડાલજ સહિતના જુદાજુદા વિસ્તારોમાં વાડીમાં લઈ જઈને તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને યુવતીને ગર્ભ રાખી દીધા બાદ ગર્ભપાત પણ બળજબરીથી કરાવી નાખ્યાનું કૃત્ય આચરીને યુવતીને ભયંકર ત્રાસ આપવામાં આવતા આ શખ્સની ચૂગાલમાંથી ભાગી છૂટીને જામજોધપુર પોતાના વતનમાં આવીને ફરિયાદ નોંધાવી છે,
ફરિયાદમાં યુવતીએ તેની સાથે કેવી રીતે ગાંધીનગરના વસંત ઠાકોર તેમજ ૫ મહિલા સહિત ૧૮ શખ્સો મળીને આ કૃત્ય આચર્યું છે,તેની આપવીતી વર્ણાવીને ગુન્હો નોંધાવ્યો છે,ત્યારે જામજોધપુર પોલીસે આ ફરિયાદને ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ ગાંધીનગર પોલીસ દ્વારા ચલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.