Mysamachar.in-જામનગર:
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ડેરી નામની દુકાનમાં રાત્રીના દુકાનદાર અશોકભાઈ ચાંદ્રા દુકાન બંધ કરી રહ્યા હતા,ત્યારે એક શખ્સ ત્યાં આવે છે અને તે દુકાનદાર ને ઘોરવું આપવા માટે કહે છે,અને જેવા અશોકભાઈ ઘોરવું કાઢવા માટે પાછળની તરફ જાય છે કે અંદાજીત ૧૦ હજાર ઉપરાંતની રોકડ રકમ ટેબલના ખાનામાં થી સેરવીને એક શખ્સ નાશી જાય છે,આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમા કેદ થઇ ચુકી છે,આ અંગે દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરાઈ છે,અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
CCTV જોવા ઉપરનો VIDEO ક્લીક કરો..