mysamachar.in-જામનગર
શહેરના શરૂસેક્શનરોડ પર આવેલ આશાપુરા હોટેલ નજીક ગતરાત્રીના માત્ર સામું જોવા જેવી બાબતે મોટી તકરારનું સ્વરૂપધારણ કરતાં પોલીસમેનના ભાઈ અને અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યાની ૧૦ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે,
ગતરાત્રીના ૧૨ વાગ્યા ના અરસામાં જામનગરના શરૂસેક્શનરોડ પર આવેલ આશાપુરા હોટેલ નજીક જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા સંદીપસિંહ ઝાલા ના ભાઈ શક્તિરાજસિંહ જે પહેલા પોલીસવિભાગમાં હતા અને થોડાસમય પૂર્વે પોલીસમા થી રાજીનામું આપી અને હાલ શક્તિરાજસિંહ લાલપુર મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તે તેના અન્ય એક મિત્ર સાથે આશાપુરા હોટેલ પાસે ચા પીવા માટે ઉભા હતા ત્યારે ઈમરાન ઉર્ફે મામો સાયચા જે બેડી વિસ્તારમાં રહે છે તે ત્યાં આવેલ અને અમારી સામે કેમ કતરાશ તેમ કહી સાહેદ બ્રિજરાજસિંહ ને છરી બતાવી અને ઝગડો કર્યો હતો,
જે બાદ ઈમરાનએ તેમના અન્ય સાથીદારો ને બોલાવી ને ધોકા તલવાર પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરતાં શક્તિરાજસિંહ ને ગંભીર ઇજાઓ તેમજ બ્રિજરાજસિંહ ને સામાન્ય ઇજાઓ પહોચતા બને ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યાં સીટી બી પોલીસે હત્યાની કોશીશનો ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.
ગતરાત્રીના બનેલ આ ઘટનાને પગલે ડીવાયએસપી,પીઆઈ,એલસીબી,સહિતના સ્ટાફ નો ધમધમાટ શરૂ સેક્શન રોડ પર જોવા મળ્યો હતો.