mysamachar.in-પોરબંદર,કચ્છ
રાજ્યમાં વધુ એક વખત બે દલિત યુવકો પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં કચ્છ ના માંડવી તાલુકાના બૈત ગામે દલિત યુવકને બે શખ્સો દ્વારા જાતિપ્રત્યે અપમાનિત કરતાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે,જયારે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા દલીત રીક્ષા ચાલક બાબુભાઇ ગીગાભાઇ ખરા ઉ.વ.45 અને વિસાવડાના દારૂના ધંધાર્થી અનિલ ઉર્ફ ખોડો સાજણ કેશવાલા સહીત ત્રણ શખ્સોએ બેફામ ઢોર માર મારતા ગંભીર હાલતમાં આ દલીત યુવાનને પોરબંદરથી જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે, પોરબંદરના છાયા વિસ્તારના બાબુભાઇ તા.1ના રાત્રીના રીક્ષાનું ભાડું લઈને વિસાવડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ નામચીન દારૂના ધંધાર્થી અનિલ ઉર્ફ ખોડો કેશવાલા સહીત ત્રણ શખ્સોએ નશાની હલનમાં દલીત યુવાનને રોકીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને બેફામ ઢોર માર માર્યો હતો આ મામલે પોરબંદરના મિયાણી મરીન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે અને ગંભીર હાલતમાં દલીત યુવાનને જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દલીત આગેવાનો દોડી ગયા હતા.
જયારે બીજી ઘટનામાં કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના બૈત ગામે બે શખ્સોએ દલિત યુવકને જાતિ અંગે અપમાનિત કરી અને હુમલો કર્યો હતો જે બાદ દલિત યુવકને લાગી આવતા તેને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પોલીસે તેના પરિવારની ફરિયાદ લઈને બે શખ્સો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.