mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહનોની થઇ રહેલ ચોરીની ઘટનાઓ એ પોલીસના નાકે દમ લાવી દીધો હતો…અને પોલીસ પણ આ વાહનચોરી કરનાર શખ્સો ને શોધવા ભારે ધંધે લાગે હતી..એવામાં જામનગર ના સીટી સી ડિવીજન પોલીસના ડી સ્ટાફને વાહનચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે..અને પોલીસે શહેરી વિસ્તારમાં થી ૧૮ બાઈકચોરીને અંજામ આપનાર એક શખ્સ ને ઝડપી પાડ્યો છે..
સીટી સી ડિવીજન પોલીસ મથકના રાજુભાઈ સુવા,પ્રતિપાલસિંહ જાડેજા,હિતેશ મકવાણા અને લાભુભાઈ ગઢવી ને બાતમીદારો મારફત બાતમી મળી હતી કે સાંઢિયાપુલ નજીક ગેરેજનો ધંધો કરી રહેલ અનીલ લુંભાણી પાસે ચોરીના બાઈક હોવાની આશંકા એ પોલીસે તેની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં અનીલ છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક સંકડામણમા હોવાને કારણે તે વાહનચોરી કરવાને વાદે ચઢ્યો હતો…સી ડિવીજન પોલીસની તપાસમા અનીલએ છેલ્લા કેટલાક સમયગાળામાં માત્ર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં થી કુલ ૧૮ મોટરસાયકલની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ચોરીના મુદામાલ મા થી ૮ બાઈક કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે…
ઘરની જવાબદારી અને આર્થિક ભીંસમા સંડોવાયેલ અનીલ પોતે ગેરજકામનો વ્યવસાય જાણતો હોવાથી આસાન રસ્તાના રૂપે વાહનચોરીની ચુંગાલમાં ફસાતો ગયો પણ અંતે અનિલ સુધી પોલીસના હાથ પહોચી જતા ચોરીની ઘટનાઓ ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે..