Mysamachar.in-જામનગર:
શ્રી સિંધી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ ૫૯, દિગ્વિજય પ્લોટ, નાનો ટાંકો તથા શ્રી સિંધી ભાનુશાલી નવ યુવક મંડળ દ્વારા “છડી સાહેબ ઊત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે,શ્રી સિંધી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા ઈષ્ટદેવ શ્રી પ.પૂ.ડાડા શ્રી પારબ્રહ્મદેવ (છડી સાહેબ)નું ઉત્સવ આવતીકાલ તા.૭ શુક્રવારના રોજ હષૅ અને ઉલ્લાસ સાથે ઉજવવાનું આયોજન કરેલ છે,ઉત્સવના ભાગરૂપે શુક્રવાર ના રોજ મહા આરતી સવારે ૧૧:૦૦ કલાકે,રક્તદાન કેમ્પ ૧૧:૦૦ કલાકે મહા પ્રસાદ બપોરે ૧૨:૩૦ કલાકે શોભાયાત્રા દાદાની સાંજે ૫:૦૦ કલાકે યોજાશે જેનું સ્થળ શ્રી સિંધી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ ૫૯,દિગ્વિજય પ્લોટ,નાના ટાંકો,જામનગર ખાતે રહેશે.
