Mysamachar.in-ગુજરાત:
જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 વિધાનસભા બેઠક પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે. અગિયાર વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ ત્રણ કલાકમાં કયા જિલ્લામાં, કેટલું મતદાન થયું ? તેનાં આંકડાઓ આ પ્રમાણે છે. અમરેલી જિલ્લામાં 19 ટકા, ભરૂચ જિલ્લામાં 17.57 ટકા, ભાવનગર 18.84 ટકા, બોટાદ 18.50 ટકા, ડાંગ 24.99 ટકા, દેવભૂમિ દ્વારકા 15.86 ટકા, ગીર સોમનાથ 20.75 ટકા, જામનગર 17.85 ટકા, જૂનાગઢ 18.85 ટકા, કચ્છ 17.62 ટકા, મોરબી 22.27 ટકા, નર્મદા 23.73 ટકા, નવસારી 21.79 ટકા, પોરબંદર 16.49 ટકા, રાજકોટ 18.98 ટકા, સુરત 18.07 ટકા, સુરેન્દ્રનગર 20.67 ટકા, તાપી 26.47 ટકા અને વલસાડ 19.57 ટકા મતદાન નોંધાયું છે.