• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, August 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

314 કરોડના રીકાર્પેટ-રોડ-કોઝવે-એપ્રોચ રોડ-બ્રિજ-વાઇડનીંગ-સ્ટ્રેન્ધનીંગ સહિતના કામો મંજુર કરાવી ગામડાઓની સુવિધામાં વધારો કરાવનાર નેતા છે રાઘવજી પટેલ

My Samachar by My Samachar
November 28, 2022
in રાજકારણ
Reading Time: 1 min read
A A
314 કરોડના રીકાર્પેટ-રોડ-કોઝવે-એપ્રોચ રોડ-બ્રિજ-વાઇડનીંગ-સ્ટ્રેન્ધનીંગ સહિતના કામો મંજુર કરાવી ગામડાઓની સુવિધામાં વધારો કરાવનાર નેતા છે રાઘવજી પટેલ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:જામનગર

એક નેતા કેવો હોવો જોઈએ તેનું ઉતર ઉદાહરણ જોવું હોય તો જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને મળવું પડે…લોકોની રજુઆતો સાંભળી માત્ર હા.એ.હા..નહિ પરંતુ સકરાત્મક  દિશામાં લોકોએ સુચવેલા કામો યોગ્ય રીતે અને સમયમર્યાદામાં નિકાલ થાય અને લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે માટે રાઘવજી પટેલ સક્રિય છે અને એટલે જ જામનગર ગ્રામીણ વિસ્તારના લોકો કહે છે અમારા એક જ નેતા છે અને તે રાઘવજી પટેલ છે….બાકી કોઈ માટે અમારા દિલમાં કોઈ સ્થાન જ નથી….”મારા મતવિસ્તારમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે જ કાર્યરત છું. અને રહીશ તેમજ ખેડૂતોને સદ્ધર કરવા હંમેશા સજ્જ અને કટીબદ્ધ છુ” આ વચન 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર રાઘવજીભાઇ પટેલનુ. એટલુ જ નહી ખેડૂતો સહિત ગ્રામજનો માટે રાઘવજીભાઇએ અનેક વિકાસ કામો કરાવ્યા છેતેના સૌ સાક્ષી છે. અને તેથી જ આજે ગામે ગામ રાઘવજીભાઈને બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતમાં રાઘવજીભાઈના સમર્થનમાં આજે જિલ્લાના ઉદ્યોગકારો દ્વારા સ્વયંભૂ વિશાળ કાર રેલીનું આયોજન કર્યું અને જંગી બહુમતીથી રાઘવજીભાઈને વિજયી બનાવવા તેઓએ અન્યોને અપીલ પણ કરી.

આ રેલી ઉદ્યોગનગર ફેસ-2 નવાનગર બેંકથી શરૂ થઈ જોડીયા તાલુકાના લખતર, ભાદરા, બાદનપર, કુનડ, હડિયાણાં, સહિતના ગામોમાં ફરી વળી અને કેસરિયો લહેરાવવા પ્રચંડ લોક સમર્થન મેળવ્યું હતું.સાથે જ રાઘવજીભાઈએ વિસ્તારના આમરા, જીવાપર, ડોઢિયા, ખોજા બેરાજા, લોઠિયા, ચન્દ્રગઢ, મોરકંડા, મોટી ભલસાણ, વાગડીયા, હડમતીયા, મતવા, મોડપર તેમજ બીજા તબક્કામાં ધૂળસીયા, ઘુતારપર, બજરંગપુર, વિરપર, ગાયત્રીનગર, નંદપુર, જામ વંથલી, વરણાં, જગા, મેડી, બેરાજા, પસાયા, મોટા થાવરિયા, ઠેબા, વિભાપર, ખીજડિયા, જાંબુડા, મોટી બાણુંગર, ફલ્લા, તેમજ આલિયા સહિતના ગામોમાં જાહેર સભાઓ યોજી હતી જયાં તેઓને જંગી બહુમતીથી વિજયી બનાવવાના ગ્રામજનો દ્વારા કોલ અપાયાં હતા.

આમ જ્યારે રાઘવજી પટેલ કહેતા હોય  કે…”મારા મતવિસ્તારમા દરેક સુવિધાઓ કરવા સજ્જ અને કટીબદ્ધ  છુ” તે જ દર્શાવે છે કે જન જનનુ હિત તેમના હૈયામા છે, તેમજ જન સેવા માટે તેઓ હંમેશા દોડતા રહ્યા છે અને સરકારમાથી અનેક કામો અવિરત મંજુર  કરાવતા જ રહ્યા છે ત્યારે આવા અનેક કામોમાંથી એક દાખલો લઇએ તો એક સાથે……અ….ધ…ધ…ધ 314કરોડના રીકાર્પેટ-રોડ-કોઝવે-એપ્રોચ રોડ-બ્રિજ-વાઇડનીંગ-સ્ટ્રેન્ધનીંગ સહિતના કામો ગામડાઓની સુવિધાઓ માટે રાઘવજીભાઇએ મંજુર કરાવ્યા છે એટલુ જ નહી ભાજપની ભરોસાની સરકારમા રાઘવજીભાની સફળ રજુઆતનો રેકોર્ડ બોલે છે તેમ સમીક્ષકો જણાવે છે અને ઉમેરે છે કે આ અંગેના સર્વે મુજબ વિજળી, સિંચાઇ, માર્ગ મકાન, ખેતી, પશુપાલન, આરોગ્ય સહિતના લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ કરવાનો રાઘવજીભાઇનો રેકોર્ડ સ્થપાયો છે માટે જ સૌને પોતાના માનીતા લાગતા જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને વિધાનસભામા મોકલવા ગ્રામજનો થનગને છે અને કહે છે રાઘવજીભાઈ તમે વિન છો ચિંતા ના કરો…

ભારત કૃષિપ્રધાન રાષ્ટ્ર છે અને માટે જ ખેડૂત સમૃદ્ધ તો રાષ્ટ્ર સમૃદ્ધને સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર અવિરત પગલા લે છે આ સાથે કૃષીમંત્રી તરીકે સફળ સેવા કરનારા અને જવાબદારીને સુપેરે નિભાવનાર રાઘવજીભાઇએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકાર સુનિશ્ચિત કરતી જ રહી છે જે સૌ જાણે છે આ પ્રગતિકાર્યો હજુય કરવાનો આગળ ધપાવવાનો ભાજપનો નિર્ધાર છે

ખેડૂતો માટેની અનેક વિધ યોજના સુવિધાઓ ગુજરાત સરકારે કરી છે અને ભારત સરકારે કરી છે જેમાથી અમુક નજર કરીએ તો કૃષિમંત્રી તરીકે રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો અને જણાવ્યુ હતુ કે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ડબલ એન્જીની રાજય સરકાર દ્વારા ખેડૂતોના સોનેરી મુલક પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓ થી રક્ષણ આપવા માટેની યોજનાથી ખેડૂતોને રાહત થઇ છે એટલુજનહીરાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી હોવાનુ પણ સૌ જાણે છે

જે અંગે વર્ષ 2022-23 દરમિયાન રૂ.20.00 કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ  કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 13070 ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા15,000/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવી રહી છે આવી અનેક વિધ નાનીમોટી સેવા સહાય અને સહકારની યોજનાઓનો હાલારમા હજારો ખેડૂતો એ લાભ લીધો છે ત્યારે ખેડૂતો માટે હજુય અનેક કામો કરવા ભાજપનુ વચન છે તેમ આ વિગતો આપતી વખતે રાઘવજીભાઇએ ઉમેર્યુ છે કે છેલ્લા બે દાયકાની ખેતી ક્ષેત્રની પ્રગતિ આગળ જતા જેટ ગતિ થી ક્રાંતિ લાવનાર છે

-વાતોના વડા નહિ આ રહ્યા એ કામો જે રાઘવજી પટેલે મંજુર કરાવી નાગરીકોની સુવિધા માટે કરાવ્યો વધારો…
રાઘવજીભાઇએ અનેક કામો મંજુર કરાવી ગ્રામજનો માટે હંમેશા સક્રિય રહે છે તેમ લોકો કહે છે ત્યારે એક સાથે 314 કરોડ એટલે કે 31400 લાખના રોડ સહિતના કામો મંજુર કરાવ્યા હતા તેની સંપુર્ણ વિગત જોઇએ તો..સુર્યપરા-બાડા રોડનું રીકાર્પેટનું કામ રૂપિયા 100 લાખ, મોટા થાવરિયા ટુ એસ.એચ. રોડના  રીકાર્પેટનું કામ રૂપિયા 40 લાખ, ભરતપુર-વિજયપુર રોડના રીકાર્પેટનું કામ રૂપિયા 120 લાખ, પસાયા-બેરાજ રોડના રીકાર્પેટનું કામ રૂપિયા 100 લાખ, બેડ-રસુલનગર રોડના સીસી રોડનું કામ રૂપિયા 80 લાખ, નકલંક રણુજા-શેખપાટ ટુ જોઈન એસ.એચ.ના રીકાર્પેટનું કામ રૂપિયા 210 લાખ,

જામવંથલી ટુ ઉંડ એપ્રોચ રોડના માટી કામ,મેટલીંગ,નાળાકામ, ડામરનું કામ રૂપિયા 550 લાખ, સરમત ટુ સ્ટેટ હાઇવે જોઇન્ટ એરફોર્સ રોડના રીકાર્પેટનું કામ રૂપિયા 141 લાખ, વાવ બેરાજા થી ચંદ્રાગઢ સુધીના રસ્તાનું માટી કામ,મેટલીંગ,નાળાકામ, ડામરનું કામ રૂપિયા 500 લાખ, ખીરી ટુ જોઇન એસ.એચ. ના રીકાર્પેટનું કામ રૂપિયા 40 લાખ, તમાચણ ટુ જોઈન વી.આર. રોડ પરના કોઝ-વેનું કામ રૂપિયા 60.00 લાખ, નારણપર નાઘુના રોડ પરના મેજર બ્રીજનું કામ 450 લાખ, બાલાચડી ટુ જોઈન એસ.એચ. પરના કોઝ-વેનું કામ રૂપિયા 50 લાખ, બેરાજા-જગા રોડ પરના સ્લેબ ડ્રેઈનનું કામ રૂપિયા 100 લાખ, તમાચણ ટુ વીરપર રોડ પર આવેલ સતીમાના મંદિર પાસેના કોઝ-વેનું કામ રૂપિયા 50 લાખ, લાખાણી મોટો વાસ થી સૂર્યપરા રોડ પરના કોઝ-વેનું કામ રૂપિયા 50 લાખ, મોટા થાવરીયા-ખીમરાણા રોડ પરના કોઝ-વે(વોશ આઉટ)નું કામ રૂપિયા 80 લાખ,

ધુતારપર બ્રીજ ધૂડશિયા ટુ જોઈન એસ.એચ. રોડ(વાયા વરૂડી માતાજી)ના બ્રીજ વાઈડનીંગનું કામ રૂપિયા 200 લાખ, ખીમરાણા ટુ જોઇન એસ.એચ. રોડના કામ રૂપિયા 330 લાખ, જોડીયા એસ.એચ. ટુ શામળાપીર મંદિર એપ્રોચ રોડના કામ રૂપિયા 75 લાખ, નાની બાણુગર ટૂ જોઈન એસ.એચ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા 50 લાખ, સપડા ટુ જોઇન એસ.એચ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા 20 લાખ, સપડા ટુ ગણપતિ મંદિર રોડ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા 30 લાખ, બાલાચડી ટુ યાકુબપીરશા રોડ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા 60 લાખ, નેવી મોડા ટુ જોઇન મોડાના રસ્તાના કામ રૂપિયા 175 લાખ, આમરા-શાપર નોન પ્લાન રોડના કામના રૂપિયા 160 લાખ,

નંદપુર ટુ બજરંગપુર નોન પ્લાન રસતાના કામના રૂપિયા 300 લાખ, ધુતારપર થી નિષ્ઠાનગરી જયપુર નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા 50 લાખ, ખીમલીયા થી ઠેબા નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા 60 લાખ, વિભાપર થી નવા નાગરના નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા 40 લાખ, બાલચડી ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 275 લાખ, લક્ષ્મીપુરા(જોડીયા) ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 170 લાખ, અલીયા ચાવડા ટુ જોઇન એસ.એચ રોડ પરના કોઝવે થી પુલનું કામ રૂપિયા 500 લાખ, ધુડશીયા ટુ એસ.એચ પર કોઝ-વેનું કામ રૂપિયા 125 લાખ, વસઇ-આમરા-જીવાપર-દોઢિયા રોડના વાઇડનીંગનું કામ રૂપિયા 220 લાખ,

દોઢિયા-ખોજા બેરાજા રોડના વાઇડનીંગનું કામ રૂપિયા 270 લાખ, નવા નાગના ટુ જુના નાગના કોઝવેના સ્થાને મેજર બ્રીજનું કામ રૂપિયા ૨૨૫ લાખ, રોજીયા થી વંથલી રોડ ડેમેજ માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજનું કામ રૂપિયા 200 લાખ, ચંગા થી નારાણપુર રોડ સાંકડા નાળાના સ્થાને નવો કોઝવેનું કામ રૂપિયા 90 લાખ, નંદપર ગાયત્રીનગર થી વીરપુર રોડ ડેમેજ કોઝવેના સ્થાને માઈનોર બ્રીજનું કામ રૂપિયા 125 લાખ, જીવાપર-બાલંભડી-ગાડુકા રોડ જર્જરિત માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજનું કામ રૂપિયા 50 લાખ, નારણપર થી ચંગા માટીકામ મેટલકામ તથા સીસી રોડના કામના રૂપિયા 370 લાખ, નાઘેડી થી લાખાબાવળ કેનાલ પેરેલલ રોડના કામના રૂપિયા 150 લાખ, લાવડીયા-મકવાણા-ઢંઢા રસ્તા પરના મેજર બ્રિજના કામના રૂપિયા 320 લાખ, બારાડી થી બેરાજા રસ્તા પરના મેજર બ્રિજના કામના રૂપિયા 400 લાખ, મોટી ભલસાણ થી સુમરી મેજર બ્રિજના કામના રૂપિયા 354 લાખ, ચંન્દ્રાગા થી કરાણા રોડના કામના રૂપિયા 315 લાખ, વાણીયા ગામ ટુ ચંન્દ્રાગા રોડના કામના રૂપિયા 170 લાખ, ગાગવા થી જોગવડ રોડના કામના રૂપિયા 130 લાખ,

લાખા બાવળ ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 170 લાખ, સુર્યપરા થી નાની બાણુંગાર રસ્તાના કામના રૂપિયા 160 લાખ, નારણપર થી ચેલા રોડના રસ્તાના કામના 220 લાખ, અલીયા થી ચાવડા રોડના કામના રૂપિયા 250 લાખ, ખીમરાણા થી મોટા થાવરીયા રોડના કામના રૂપિયા 150 લાખ, મોડપર-મતવા-હડમતીયા-વાગડીયા-મોટી ભલસાણ રોડના કામના રૂપિયા 760.42 લાખ, હર્ષદપુર-નાઘુના-કોંઝા-ચંન્દ્રગા-મકવાણા-ઢંઢા રોડના કામના રૂપિયા 589.31 લાખ, નાની ખાવડી થી મોટી ખાવડી રોડના કામના રૂપિયા 151 લાખ, અલીયા ચાવડા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 500 લાખ, લતીપર થી પીઠડ થી જશાપર રોડના કામના રૂપિયા 289.09 લાખ, હર્ષદપુર-નાઘુના-કોંઝા રોડના કામના રૂપિયા 200 લાખ, જાંબુડા થી ખીજડીયા રોડના કામના રૂપિયા 125 લાખ, નાની ખાવડી થી ગાગવા થી મુંગણી રોડના કામના રૂપિયા 250 લાખ, મોટા થાવરીયા ટુ અલીયા બાડા રોડના કામના રૂપિયા 400 લાખ, સરદારનગર (ખિલોસ) થી સ્ટેટ હાઇવે રોડના કામના રૂપિયા 250 લાખ, વીરપર-વેરતીયા-બજરંગપુર ટુ જોઇન એસ.એચ. રસ્તાના કામના રૂપિયા 70 લાખ, મતવા ટુ નાની માટલી રોડના કામના રૂપિયા 30 લાખ, ભરતપુર ટુ જોઇન ઉંડ 1 ડેમ એપ્રોચ રોડના કામના રૂપિયા 70 લાખ, લોઠીયા થી ખોજા બેરાજા રોડના કામના રૂપિયા 180 લાખ,

મતવા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 110 લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રોડના કામના રૂપિયા 30 લાખ, મતવા ટુ હનુમાન મંદિર (આવરીયા ડેમ) રોડના કામના રૂપિયા 30 લાખ, વીજરખી-મીયાત્રા-નાના થાવરીયા રોડના કામના રૂપિયા 80 લાખ, મોટી લાખાણી ટુ નાની લાખાણી રોડના કામના રૂપિયા 100 લાખ, નાની માટલી ટુ મેડી રોડના કામના રૂપિયા 30 લાખ, ચંગા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા 60 લાખ, મોટી બાણુંગાર ટુ જોઇન એચ.એચ. રોડના કામના રૂપિયા 150 લાખ, ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા રોડના કામના રૂપિયા 80 લાખ, ચંન્દ્રગઢ થી ચન્દ્રગઢ પાટીયા એસ.એચ. રોડના કામના રૂપિયા 200 લાખ, ધુંવાવ બાયપાસ ટુ જોઇન ખીમરાણા બાયપાસ રોડના કામના રૂપિયા 90 લાખ, જામવંથલી ટુ ઉંડ-1 ડેમ એપ્રોચ રોડના કામના રૂપિયા 550 લાખ,

ખંભાલીડા-રવાણી ખીજડીયા-રોજીયા રોડના કામના રૂપિયા 650 લાખ, હાપા ટુ એસ.એચ.નોન પ્લાન રોડના કામના રૂપિયા 100 લાખ, માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડની ખાસ મરામત માટે 200 લાખ, વાઇડનીંગ એંડ સ્ટ્રેધનિંગ ઓફ જામનગર લાલપુર પોરબંદર રોડ માટે 1900 લાખ, જામનગર સમાના ફુલનાથ રોડ કોઝવેની જગ્યાએ ઉંચા પુલ માટે 616 લાખ, રીસર્ફેસિંગ ઓફ દરેડ મસિતીયા ચાંપાબેરાજા લાખા બાવળ રોડ માટે ૨૨૫ લાખ, રીસર્ફેસિંગ ઓફ જાંબુડા પાટિયા અલીયાબાદા વિજરખી રોડ માટે 150 લાખ, રીકાર્પેટીંગ ટુ હર્ષદપુર મોખાણા ખિમલીયા રોડ માટે 380 લાખ, હર્ષદપુર મોખાણા ખિમલીયા રોડ માટે 400 લાખ, માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડ માટે 80 લાખ, વાઇડનીંગ એંડ સ્ટ્રેન્ધરીંગ ઓફ માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડ માટે 1150 લાખ મળી કુલ રૂપિયા 314 કરોડના કામો મંજુર કરાવ્યા હતા

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગર નજીક કનસુમરામાં લગડી ઝોનફેર ચુપચાપ રીતે સફળ…!!

August 16, 2025
જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

August 15, 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી નવી વોટ્સએપ સુવિધાઓ…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી નવી વોટ્સએપ સુવિધાઓ…

August 15, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

જામનગરના સિક્કામાં થયેલાં વિધવા મર્ડરનો આરોપી ઝડપાયો…

August 15, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગર નજીક કનસુમરામાં લગડી ઝોનફેર ચુપચાપ રીતે સફળ…!!

August 16, 2025
જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી…

August 15, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®