Mysamachar.in-જામનગર
ગુજરાત વિધાનસભા ચુંટણીમા જંગ જામ્યો છે અને મહત્વની ગણાતી જામનગરની બેઠકો ઉપર સૌ ની નજર છે ત્યારે 79 જામનગર વિધાનસભા બેઠકના ભાજપના યુવા અને લોકલાડીલા ઉમેદવાર દિવ્યેશ અકબરી ભવ્ય વિજય મેળવશે તેમ જાણકારો કહે છે, રાજકીય વિશ્લેષકોના મતે દિવ્યેશ અકબરીને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારો થનગને છે કેમકે એક તરફ આ સક્ષમ ઉમેદવાર દિવ્યેશ અકબરીના કારણે હરિફોની છાવણીમાં સોંપો પડી ગયો છે તો બીજી તરફ ઠેર ઠેર એકજ વાત થાય છે કે જામનગર દક્ષીણની બેઠકમા કમળ ખીલશે જ…
કેમકે સાચા જનપ્રતિનિધી કેવા હોય લોકોની શુ અપેક્ષા હોય જનસેવાના આયામો ક્યા હોય લોકોને ઉપયોગી કેમ થવાય વગેરે દરેક પાસાનો અનુભવી અને પીઢ જેવો સુઝકો ધરાવતા આ યુવા નેતાએ વયમા જ લોકોના સુવિધાઓના અનેક કાર્યો પ્રજા પ્રતિનિધી તરીકે કરનાર દિવ્યેશભાઇ લોકોમા છવાઇ ગયા છે જે તેમની આગવી સિદ્ધી ગણાય છે, એમ પણ મનાય છે કે કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડનો રેકોર્ડ દિવ્યેશ અકબરી તોડશે કેમકે સામે કોઈ ઉમેદવાર જેવું જ નથી અને તેઓ જાણે બિનહરીફ વિજેતા થવાના હોય તેવુ જ ચિત્ર ઉપસ્યુ છે,.
જામનગર દક્ષીણ બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવારને તો કોઈ ઓળખતું નથી માટે આવકાર ન જ મળે તે સ્વાભાવિક છે, જયારે દિવ્યેશ અકબરી તેમના મતવિસ્તારમા જાય તો ફૂલોની વર્ષા થાય છે તેમજ ઢોલ નગરાથી સ્વાગત થાય છે, નાની બાળાઓ કુમુક્મ તિલક કરવા આતુર હોય છે તેમજ ઉમળકાભેર વડીલો આશીર્વાદ આપતા હોય તેઓ બિનહરીફ જીતેલા છે તેના જેવો જ માહોલ બને છે તેમ સૌ જાણે છે અને જુએ છે, યુવા નેતા લોકપ્રિય નેતા દિવ્યેશ અકબરી 79-ની બેઠક ઉપર તમામ લીડનો રેકોર્ડ તોડશે તેમ મનાય છે તેમ સર્વત્ર એક જ ચર્ચા થાય છે અને દિવ્યેશભાઇ હજારો મતોની લીડથી જીતી ને 79-જામનગર દક્ષીણના જાયન્ટ ધારાસભ્ય બનશે તેમા કોઇ મીનમેક નથી તેમ લોકો જણાવે છે કેમકે લોકો કહેવા લાગ્યા સામેના ઉમેદવારો અને કોંગ્રેસે અત્યારથી જ હથિયાર હેઠા મૂકી દીધા હોઇ દિવ્યેશ માટે વિજય પથ સરળ બની ગયો છે
-પસંદગી વખત થી જ વિન હતા દિવ્યેશ અકબરી
79-જામનગર દક્ષીણ વિધાનસભાના વિસ્તારમા દરેક વર્ગના દરેક સમાજના લોકો રહે છે તેમજ વેપારીઓ ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામા છે ત્યારે વિવિધતા સભર આ વિસ્તારમા દિવ્યેશભાઇએ કોર્પોરેટર તરીકે લોકોના અનેક કામો કર્યા છે કોર્પોરેશનમા ચેરમેન તરીકે અનેક જન સુખાકારીના કામો મંજુર કરી સૌને સંતોષજનક સુવિધા આપતા જ રહ્યા છે તેમજ એટલુ જ નહી લોકોની પડખે હંમેશા રહી સાચા જન પ્રતિનિધીનુ બિરૂદ મેળવેલુ છે માટે લોકોમા અને ભાજપમા એમ દરેક સ્તરે લોકપ્રિય રહ્યા છે તેમ આ વિસ્તારોમાથી મળતા અભિપ્રાય દિવ્યેશ તરફી જ જનજુવાળનુ ચિત્ર ઉપસાવે છે માટે લોકો કહે છે કે જ્યારે ઉમેદવાર તરીકે દિવ્યેશ અકબરીનુ નામ જાહેર થયુ ત્યારથી જ તેઓ વિન ગણાય છે કેમકે આ બેઠક ઉપર તેમની લોકપ્રિયતાની તોલે આવે તેવા કોઇ ઉમેદવાર જ નથી તેમ મનાય છે.