Mysamachar.in-જામનગર;
વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે કોંગ્રેસનાં લડાયક અને વરિષ્ઠ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ જામનગરમાં જનસભા ગજાવવા આવી પહોચ્યા ત્યારે સર્વમંગલ પાર્ટી પ્લોટની જગ્યા જાણે ટૂંકી પડી હોય તેવો માહોલ જામનગર ઉતરના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાની સભામાં જોવા મળ્યો હતો અને ખુરશીઓ ખુટી પડી હતી, જામનગર 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનાં સમર્થનમાં આજે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જનસભાનુ આયોજન કરવામાં આવ્યું પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને સ્પષ્ટવક્તા શક્તિસિંહ ગોહિલ શહેરના ગાંધીનગર રોડ પર આવેલા સર્વમંગલ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી જેમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજય સિંહ ઉપરાંત જામનગરના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, સહિતના નેતાઓ અને કાર્યકરો તો વિશાળ સંખ્યામાં જનમેદની આ સભામાં ઉમટી પડી હતી જેને શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રવિજ્યસિંહએ સંબોધિત કરી હતી કોંગ્રેસની આ જાહેરસભામાં કોંગ્રેસના અડીખમ નેતા શક્તિસિંહ ગોહિલ ભાજપાની નિષ્ક્રિયતા અને તમામ ક્ષેત્રની નિષ્ફળતા અંગે આકરાં પ્રહારો કર્યા હતા.અને ભાજપા સરકાર ક્યાં ક્યા મોરચાઓ પર નિષ્ફળ રહી તેને ઉજાગર કરી આકરા પ્રહારો કર્યા હતા,
કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે આવેલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલએ ડબલ એન્જીન સરકારના દાવા કરતી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ડબલ એન્જીન શબ્દ પર કટાક્ષ કરતા કહ્યું કે ડબલ એન્જીન કોને કહેવાય તેનું એક દ્રષ્ટાંત આપ્યું કે ડબલ એન્જીન ક્યારે જોઈ જયારે આપણું એન્જીન ખોટવાય તો બીજાનું ભાડું લાવવું પડે ભાજપાએ ગુજરાતમાં આવા ખોટવાયેલ એન્જીન જ આપ્યા છે, અને અધૂરામાં પૂરું રૂપાભાઈ ગયા અને ભુપાભાઈ આવ્યા પણ લોકોની હાલત એની એ જ છે, એન્જીન ખોટવાયેલા જ રહે છે તેમ કહી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.વધુમાં પ્રહાર કરતા શક્તિસિંહ બોલ્યા કે ભાજપની ડબલ એન્જીન સરકાર ડબ્લ્યુ થઈ ગઈ છે, એટલે કે તમામ ક્ષેત્રમાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે હવે કોંગ્રેસની મજબુત એવી સિંગલ એન્જીન સરકાર બનશે જેમાં માત્ર લોકોનું જ ભલું હશે.આ વાક્યને હાજર સૌએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધી હતી.
-શક્તિસિંહ ગોહિલની સ્વાગત રેલીમાં હજારો કાર્યકર્તાઓ જોડાયા
આજે શક્તિસિંહ ગોહિલ જયારે જામનગર આવી પહોચ્યા ત્યારે તેમણે આવકારવા હજારોની સંખ્યામાં બાઈક સવાર કાર્યકરોએ જબરો માહોલ બનાવી દીધો હતો જેને જોઇને શક્તિસિંહે બીપેન્દ્ર્સીહ જાડેજાને કાનમાં કહ્યું કે “બાપુ કાઈ ઘટે નહિ હો આ વખતે…”
-મને એક એક વિસ્તારમાં લોકોના જે આશીર્વાદ મળે છે તે જોતા લાગે છે કે પરિવર્તન થઇ ગયું સમજો…બિપેન્દ્રસિંહ જાડેજા
જામનગર ઉતર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે હું 18 વર્ષનો NSUI ના પ્રમુખ તરીકે મારી કારકિર્દી શરુ કરી હતી, પ્રદેશ મહામંત્રી તરીકે પણ કાર્યરત હતો એવામાં ચુંટણી આવી એટલે વર્ષોની મારી વફાદારીની કોંગ્રેસે કદર કરી અને આજે હું ધારાસભાના ઉમેદવાર સુધી પહોચી શક્યો છું, હું પક્ષનો આભારી છું, ઉમેદવાર જાહેર કર્યા બાદ હું વિધાનસભાના એક એક વિસ્તારોમાં ફરી રહ્યો છું ત્યાર લોકોના જે આશીર્વાદ મળે છે તે જોતા લાગે છે કે આ વખતે પરિવર્તન જરૂર થશે અને એવું પરિવર્તન થશે કે જે એવા લોકો છે કે એને ખબર પડશે કે જનતાનો પ્રતિનિધિ લોકોની વચ્ચે રેહતો જ હોવો જોઈએ, તેવો હાજર કાર્યકરો અને વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું કે સામે વાળા ઉમેદવાર આર્થિક શક્તિશાળી છે, ખોટી વાતો ફેલાવશે…કોઈ ને કોઈ પ્રકારે શરમાવશે પરંતુ ખોટી અફવાઓથી દુર રહી 24 કલાક તમારી આસપાસ તમારી હાંકલ પડે અને હાજર રહેનાર ઉમેદવાર તરીકે મને આશીર્વાદ આપજો.આપના આશીર્વાદ હું એણે નહિ જવા દઉં તેવું વચન આપું છું.
-જામનગર ઉતર વિધાનસભાના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનો ટૂંકો પરિચય..
78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પક્ષનાં વફાદાર સૈનિક અને લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા બિપેન્દ્રસિંહ જાડેજા છે,બિપેન્દ્રસિંહ જાડેજા હાલારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે બે ટર્મથી ફરજો બજાવી રહ્યા છે. તેઓ સુશિક્ષિત અને મિતભાષી વક્તા તરીકે પણ જાણીતા છે. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓ અંગે સુપેરે વાકેફ છે. તેવો જામનગર શહેરના તમામ વર્ગોમાં ખુબ જાણીતું નામ છે અને અત્યારસુધી જામનગર જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં પક્ષના દરેક કાર્યક્રમો, ચુંટણીઓ સહિતમાં તેમની ભૂમિકા અસરકારક રહી હોવાની નોંધ પ્રદેશ અને રાષ્ટ્રીય લેવેલે પણ લેવાઈ છે.