Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત વિધાનસભાના મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ એકબીજા રાજકીય પક્ષો દ્વારા ખેંચતાણ અને ધમાલ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી રામ વિરોધી હોવાના આરોપ સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. વિક્રમ માડમની સભાનો વીડિયો પોતાના ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે.પ્રદીપસિંહ વાઘેલાએ એક ટ્વીટ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. પ્રદીપસિંહ વાઘેલાએ કરેલી ટ્વીટમાં “કોંગ્રેસને શ્રી રામ વિરોધી હોવાનું જણાવ્યું છે અને શ્રીરામ ભક્તો તેનો જડબાતોડ જવાબ આપશે.” વિક્રમ માડમની સભાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીમા આ વખતે ફરી વખત ખુબજ નામોશી ભરી હાર સાથે સતા થી દૂર રહેવાનો અણસાર આવી જતા હવે કોંગ્રેસે સાંપ્રદાયીકતા ફેલાવવાનુ કામ શરૂ કર્યાની નોંધ છે……ક ગુજરાત કક્ષાએ લેવાઇ છે અને રાષ્ટ્રપ્રેમીઓ તેમજ એખલાસમા માનનારા ઠેર-ઠેર થી કોંગ્રેસ ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે, આવો વિડીયો ભાજપના નેતાએ ટ્વીટ કરતા લોકોમાં ભારોભાર નારાજગી હોવાથી મુળુભાઇ બેરા તરફી જેને કહેવાય એક તરફી જ છે પ્રચંડ જનજુવાળ જોવા મળી રહ્યો છે માટે જ સર્વધર્મ સમભાવમા માનનારા આપણા બિનસાંપ્રદાયીક રાષ્ટ્રમા સૌના લોકપ્રિય નેતા મુળુભાઇ બેરા આ ચુંટણીમાં કોંગ્રેસ અને આપને પછડાટ આપશે તેવો એકતરફી માહોલ બની ગયો છે,
81-જામખંભાળીયા ભાણવડના ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાના લોકસંપર્ક પ્રચાર વગેરેમા સાલસતા એખલાસ સમાનતા સમરસતા સૌને સન્માન સૌને માન વગેરે વિશેષતા સાથેનો જે અભિગમ છે તે ભાજપની નિતિ રીતી મુજબ તો ખરી જ સાથે બંધારણ મુજબની તે મર્યાદાની ખાસ નિતિ રીતી મુજબ હોવાથી રાજકીય વિશ્લેષકોએ જણાવ્યુ છે કે ખંભાલીયાને ભાણવડ તાલુકાની ખંતીલી અને સમજુ પ્રજાએ નિર્ધાર કરી જ લીધો છે કે આ વખતે ભાજપ જ જોઇએ કેમકે ગ્રામજનોએ સમીક્ષકોને એમ કહ્યુ કે …. અમારે વિકાસમા થવુ છે સહભાગી”અમારે ફાટા પાડનારા વર્ગ વિગ્રહ કરનારા કે ઝેર ફેલાવનારા જોઇતા જ નથી આ અભિપ્રાયો જ દર્શાવે છે કે ખંભાળીયા બેઠકમા કમળ સોળેય કળાએ ખીલવાનુ છે તે નક્કી થઈ ગયુ છે,
લોકો એમ પણ કહે છે કે ખોટા વચનો આપનારા આમ આદમી પાર્ટી વાળા તો ચુંટણીના મોસમી દેડકા છે લોકોને તે નથી જોઇતા લોકો તો એમ કહે છે કે વિકાસ સિવાય હવે વાત જ નહી ભાઇ હવે અમે કમળ જ ખીલવશુ કેમકે વર્ષો થી મુળુભાઇ બેરા હંમેશા અમારી વચ્ચે જ રહે છે તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શુ જોઇને લાલચ આપે છે ……અરે અમે તો પાટુ મારી પાણી કાઢીએ માટે જ ભાજપની પાણીદાર સરકાર જોઇએ ભુપેન્દ્રભાઇને નરેન્દ્ર મોદીના શાસન જોઇએ અને અહી મુળુભાઇ હરદાસભાઇ બેરા જ જોઇએ….તેમ કહી કમળ ખીલવવા ખંભાળીયા ભાણવડ એકરસ થય ગયુ છે તેમજ ફરીથી ઉમેર્યુ છે કે આપ વાળા વરસાદી દેડકાની જેમ નીકળી પડ્યા છે અને કોંગ્રેસ વાળા તો વાતાવરણ ડહોળવા આવી ઓચીતા ગાયબ થય જાય છે જ્યારે મુળુ ભાઈ તો વર્ષોથી અમારા નેતા છે, માટે અમારે અમારા નેતા છે તેવા મુળુભાઇ બેરા ને જ જંગી બહુ મતી થી વિજયી બનાવવા છે.
આ તકે પ્રદીપસિંહ વાઘેલાએ પણ જણાવ્યુ છે કે ખંભાળીયા ભાણવડ બંને તાલુકાની પ્રજા સમજુ છે સર્વધર્મ સમભાવ વાળી છે તેમ કહી વાઘેલાએ પોતાના ટ્વીટમા લખ્યુ છે કોંગ્રેસ પક્ષએ પોતાની માનસિકતા છતી કરી છે જેથી મતદારો કોંગ્રેસ અને આપ બન્નેને જડબાતોડ જવાબ આપશે અને ભોળી જનતા ને મફતની રેવડીમા ભોળવવા દાણા નાખનારાઓને હવે પ્રજા ઓળખી ગઇ છે માટે લોકો હવે મક્કમ છે કે અમારે તો મુળુભાઇ બેરાને વિજયી બનાવવા છે.