Mysamachar.in-જામનગર:
ગુરૂવારના રોજ જામનગર તાલુકાનાં બેડ ગામે સતવારા સમાજના સ્નેહમીલન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ વઢવાણ સીટના વિધાનસભાના ઉમેદવાર અને સતવારા સમાજના અગ્રણી જગદિશભાઈ મકવાણા હાજર રહયા હતાં તેમની સાથે રણછોડભાઈ પરમાર, હસમુખભાઈ કણઝારીયા (સદસ્ય ધુંવાવ જિલ્લા પંચાયત) ભવાનભાઈ ચૌહાણ, માવજીભાઈ નકુમ, કાનાભાઈ પરમાર (સરપંચ), ભાણજીભાઈ કટેશીયા, મનુભાઈ કટેશીયા, અમુભાઈ સોનગરા, અમુભાઈ સરપંચ, સુનિલભાઈ રાઠોડ તથા જામનગર જિલ્લામાંથી સતવારા સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, મંત્રી કુમારપાલસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કેશુભા જાડેજા (સરપંચ) તથા બેડ ગામના આગેવાનોએ સાથે રહી બેડ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યુ હતુ.
તેમજ વઢવાણ સીટના વિધાનસભાના ઉમેદવાર અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ જગદિશભાઈ મકવાણાએ સતવારા સમાજના તમામ આગેવાનોને વિનંતી સાથે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવાની અપિલ કરી હતી અને કહયુ હતું કે આપણો સમાજ હંમેશા ભાજપ સાથે રહયો છે અને રહેશે જેથી કોઈની પણ લોભ-લાલચમાં આવ્યા વગર ખોટી અફવાવોમાં આવ્યા વગર આપણા સમાજે ભાજપને ખુલ્લુ સમર્થન આપી મતદાન કરવાનું છે.
આ તકે જગદિશભાઈ મકવાણાએ ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગ્રહમંત્રી અમીતભાઈ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનો ખુબ ખુબ આભાર માનતા જણાવ્યું કે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ સીટ જાહેર થયા બાદ ઉમેદવારને બદલાવવામાં આવ્યા છે અને મારી વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તો હું અને અમારો સમગ્ર સતવારા સમાજ દિલથી ભાજપનાં તમામ લોકોનો આભાર માનીએ છીએ અને વચન આપી તમામ સતવારા સમાજને ભાજપમાં મતદાન કરવા અપીલ કરી હતી. જે અપીલને સ્નેહમીલનમાં પધારેલા તમામ સતવારા સમાજના આગેવાનોએ ખુલ્લુ સમર્થન આપી ભાજપને મત આપવાના વચન આપ્યુ હતું.
આ સંમેલનમાં જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, જાડાના પૂર્વ ચેરમેન, દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજાએ આટલી બહોળી સંખ્યા હાજરી આપી ભાજપને ખુલ્લુ સમર્થન આપવા બદલ તમામ સતવારા સમાજના આગેવાનો કાર્યકરોનો આભાર માન્યો હતો અને જગદિશભાઈ મકવાણાનો વિશેષ આભાર માન્યો હતો કે જેઓ વઢવાણ વિધાનસભા સીટના ઉમેદવાર હોવા છતાં સમય કાઢીને સતવારા સમાજને સાથે રહી ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી.તો આમ 77-ગ્રામ્ય જામનગરના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ અને જામનગર તથા સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસતા સતવારા સમાજને ભાજપ તરફી મતદાન કરવા જગદિશભાઈ મકવાણાએ અપીલ સાથે વિનંતી કરી હતી. તેમ જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની એક અખબારી યાદિમાં જણાવ્યું છે.