Mysamachar.in-ઇન્ફોર્મેશન ડેસ્ક:
સોશિયલ મીડિયા હાલનાં યુગમાં સૌથી વધુ ચલણી મીડિયા છે. જેને કારણે તેનો પ્રભાવ પણ જબ્બર છે. અને, સોશિયલ મીડિયાની ઝડપ તો બુલેટટ્રેન કરતાં પણ વધુ છે અને શક્તિશાળી છે. ગુજરાતમાં હાલની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પરનાં ટ્વીટ, પોસ્ટ્સ, રીલ્સ વગેરે બધું જ ધૂમ મચાવી રહ્યું છે. આપણે અહીં માત્ર ‘ હેશટેગ’ અંગે થોડું જાણીએ.
હેશટેગની પસંદગીઓ એક મોટો વિષય છે. જેમાં કેટલીક બાબતો કોમન હોય છે. કેટલાંક હેશટેગ પ્રભાવી અને વ્યાપક હોય છે. દરેક રાજકીય પક્ષો પોતાના સોશિયલ મીડિયા વોરરૂમ દ્વારા ચોક્કસ પ્રકારના હેશટેગ બજારમાં મૂકતા હોય છે. ગુજરાતની હાલની વિધાનસભા ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ, કયા કયા હેશટેગ વધુ પસંદ કરે છે ? તે અહીં આપ્યું છે, વાંચો.
સૌ પ્રથમ ભાજપાનાં હેશટેગ:
આ ગુજરાત મેં બનાવ્યું છે, કમળ ખીલશે ગુજરાત જિતશે, કમળ સાથે દક્ષિણ ગુજરાત, કાઠિયાવાડમાં માત્ર કમળ, બીજેપી સાથે અગ્રેસર ગુજરાત અને ભરોસાની બીજેપી સરકાર.
કોન્ગ્રેસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હેશટેગ:
કોન્ગ્રેસનું કામ બોલે છે, ટુસી મોડેલ ઓફ ગુજરાત, કોન્ગ્રેસ ફોર ગુજરાત, કોન્ગ્રેસના આઠ વચન અને ભારત જોડો યાત્રા.
અને છેલ્લે, ‘આપ’ નાં હેશટેગ:
એક મોકો કેજરીવાલને, બદલાવનો આવ્યો વખત, ગુજરાત માંગે પરિવર્તન અને વીજળી બિલ ઝીરો તથા ગુજરાત પોલિટીકસ.