Mysamachar.in-જામનગર
આ વખતની ધારાસભાની ચુંટણી ખરાખરીનો જંગ છે કેમ કે વિકાસ કામ પક્ષની શિસ્ત વડાપ્રધાનની લોકપ્રિયતા વગેરે થી જીતી શકાય તો ઉમેદવારોના ચયનમા શાસક પક્ષને મનોમંથન આમ તો મગજનુ દહી ન કરવુ પડે ઉપરાંત શાસકોએ જો કઇ કામ નથી કર્યુ તો એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ મુખ્ય હરીફ પક્ષને બેઠા-બેઠા મળે માટે તેને પણ મુરતીયા ચયનમા તકલીફ ન પડવી જોઇએ છતા તેમને પણ ખુબ કવાયત કરી છે, બંને મુખ્ય હરીફ પક્ષોને હાલ ખુબ જ અભ્યાસ બાદ પોતાના જ પક્ષમા વિરોધ નિવેદન પક્ષાંતર વગેરે બાબતોનો સામનો કરવો પડે છે,.ત્યારે જેટલા જાહેર થયા છે તે બધા જ ઉત્સાહમા છે
જામનગર જિલ્લાના બધા જ મુરતીયા થનગને છે કે હુ જીતેલો જ પડ્યો છુ ને જાણે વિધાનસભા ગૃહમા બેઠો છુ પરંતુ પ્રજા વચ્ચે જશે ત્યારે ખબર પડશે કે ગમે તે પક્ષ હોય ગમે તેવા ઉમેદવાર હોય ગમે તેટલા ખર્ચા બધા જ પ્રકારના કર્યા હોય ગમે તેટલા ટેકેદાર હોય પણ મતપેટી-EVM બોલે તે જ સાચુ હવે મહત્વનો પડાવ એ ગણાય કે અમુક પ્રબળ દાવેદારોને ટીકીટ ન મળી તેઓ અજ્ઞાત આંચકો ખાળવા જતા રહ્યા તો પરિણામ આવશે ત્યારે ય ઘણાયને આવુ નહી થાય? તેમ નાગરીકો ચર્ચા કરે છે,
બીજી વાત એ છે કે લોકોને અમુક નામ દિમાગમા હતા તેના બદલે બીજા ઉમેદવાર એકાદ બે આવ્યા તો ય અચંબીત થયા તો દાવેદારો અને પક્ષોના લોકોમા તો કેવુ અચરજ હશે.? હવે આ બધુ ચોખવટ થાય ત્યા તો મતદાનનો સમય આવી જશે.? આ ટુંકા ગાળામા ઉમેદવારો દરેક લોકો સુધી પહોંચશે કેવી રીતે? તે સવાલ પણ છે હાલ ટીકીટ મળ્યાનો મદ ઉતરતા બે દિવસ થશે પછી બે અઠવાડીયા પ્રચારના મળે તો ક્યા જવુ/? અહી કે ત્યા? ઇ નક્કી કરવામા સમય જાય ત્યા તો મોડુ થઇ જાય તેવુ તારણ ચુંટણીના જાણકારોએ કાઢ્યુ છે,આ બધા તારણો કારણોને અટકળો વચ્ચે લોકોનો મિજાજ જાણવાનો હાલન પુરતો પ્રાથમીક સર્વે કરતાએ સામે આવ્યુ છે,
માટે જ ભાજપ-કોંગ્રેસ-આપના મુરતીયાઓમા થનગનાટ હોય પરંતુ નાગરીકો નિરસ છે તેનુ શું? અને નબળા પ્રતિભાવો મળતા મતદારોને ચુંટણીમા રસ નથી કે શુ?તેવુ સમીક્ષકો વિચારે છે કેમકે “ગમે તે આવે…..શુ ફરક પડે…”?ના અભિપ્રાય પણ લોકોના હોય છે કેમ કે પૈસા કામ યોજનાએ તો બધુ સરકાર આપે ને કરે કોઇનુ ખાસ ઉપજતુ તો હોય નહી તે સૌ જાણે છે કે જુજ નેતા કે ધારાસભ્યનુ જ ઉપજે છે તેમજ અત્યાર સુધી તો મુખ્ય વિપક્ષ ને તો હાથમા જ કઇ ન હોય ઇ બધુ જ ભલે ને ફ્રી આપવાની વાત કરી કર્ણસુખ આપે પણ….( હવે કાઠુ કાઢે તો નવાઇ નહી) ને પા પા પગલી કરતો ત્રીજો પક્ષ તો તેની આંતરીક રમતમા વ્યસ્ત છે,
હવે મુળ વાત ફરીથી મતદારોની નિરસતાની કરીએ તો એક મુખ્ય કારણ એ પણ છે કે 80 ટકા ઉમેદવારો સાવ નવા જેવા છે જેઓ વિધાનસભા જેવા મોટા ક્ષેત્રના ગજાના જ નથી માટે પબ્લીક નિરસ રહે ને દેખીતુ છે આ લોકો.પોતે શુ છે શુ કર્યુ છે ને શુ કરશે તે લોકો સુધી ઝડપથી કેમ પહોંચાડવુ તે સવાલ છે માટે મોટાભાગના પાછા પડશે હા લોકો સુધી કોઇપણ સારો માર્ગ પરીણામ લક્ષય સુધી દોરી જનાર માર્ગ પકડે તો વાંધો નહી આવે ત્યારે સમય પણ બે અઠવાડીયા જ છે તો ઓછામા ઓછા એક થી દોઢ લાખ સુધી માટે ત્રીસેક હજાર પરિવારો સુધી એક સામટુ પહોંચવુ પણ અઘરૂ છે જો પક્ષ ઉપર જીતી જવાય તેમજ એમ તો બેનર હોર્ડીંગ્સ રીક્ષા માઇક વગેરે થી જીતી જવાય તો હુ તો જીતુ જ છુ જીતેલો જ પડ્યો છુ ના વહેમમા રાચનારાઓ ઘણાય પાછા પડી ગયેલા છે ઘણા હવે હરીફાઇમા પણ નથી,
એકંદર પ્રજા ઉમેદવારોને ઓળખે જાણે ઉમેદવારો બધા સુધી પોતાનો લક્ષ્ય પ્રજા માટે શુ છે તે જણાવે અત્યાર સુધી લોકોમાટે શુ કર્યુ છે તે વાત પહોંચાડે…..વગેરે ઘણુ કરવુ પડે તે પણ ટુંકા સમયમા જ..તો કદાચ પ્રજામા ચુંટણી માટે ઉત્સાહ આવે નહી તો ચુંટણી માટે તંત્ર એ મથે છે તે વખતે કોઇ રૂચી કે ઉમળકા જોવા મળતા નથી તેવુ જ બંને મુખ્ય હરીફ પક્ષોના ઉમેદવારો માટે પણ નિરસતા રહેશે તેવી ચિંતા વચ્ચે રાજકીય વિશ્લેષકો કહે છે કે ભલે ટુંકો ગાળો હોય પરંતુ હજુ સમય છે લોકો સુધી ગમે તે સારો માર્ગ અપનાવાય તો ચિંતા હળવી થાય તેમ છે.