Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022મા આ વખતે મતદાન કેવુ થશે એ તો સમય બતાવશે (અવસર રથનો ફાયદો જીલ્લા ચૂંટણી શાખા પ્રજા વચ્ચે જઇને લેવડાવશે.? માહોલ બનાવશે કે કેમ? તે સવાલ ઉભો થયો છે કેમ)પરંતુ હાલ એક તરફ નિરાશા તો બીજી તરફ ચર્ચા એમ બને માહોલમા સમીક્ષકો પણ મુંઝવણમા એ છે કે જેમ અમુક રાજકીય પક્ષો ગોટે ચડ્યા છે તેવી જ રીતે નાગરીકો ગોટે ચડ્યા છે તેવુ જોવા મળે છે
કેમકે તીર્થક્ષેત્ર દ્વારકા અને 77 જામનગર ગ્રામ્ય બેઠક .માટે જાયન્ટકીલર બને તેવા કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી કે શુ? હજુ સુધી દ્વારકા માટે શુ કરવુ શુ નહી વચ્ચે નામ જાહેર કરવાના જ છે તેમ કહેવાય છે અને જાહેર થયુ જનથી સમજો….તેવા આશ્વાસન વચ્ચે દાવેદારો પણ અસમંજસમાં છે તો બીજી તરફ શાસકોના મુખ્ય હરીફ એવા કોંગ્રેસ પક્ષમા નેતાઓની સોચ મોવડીઓનુ લેશન અને સંગઠન શક્તિના પારખા પુરેપુરા થઇ રહ્યા છે અને ટીકીટ અંતે કોણ નક્કી કરે છે તે નક્કી ન હોઇ બધે નૈવેદ્ય ધરવા પરવડે? (આ તો એમ કે કોઇ કોઇ ની……અંદરકી બાત હૈ…..વાસ્તવિકતા નથી) માટે આ સંજોગોમા હવે કોંગ્રેસ જ્યારે પંદર સતર દિવસના સમયનો પણ આ બે અગત્યની બેઠકો ઉપર ઉમેદવાર ફાઈનલ જાહેર કરતી ન હોઇ તર્ક વિતર્ક એ છે કે આ બેઠકોની ટીકીટ લેવા કોઇ તૈયાર નથી બીજી ચર્ચા એ છે કે નામ નક્કી જ છે ઉમેદવારને જાણ થઇ ગય છે માટે જ આ જાણ થયા બાદ કોકડુ ગુંચવાણુ છે અને આ્તરીક લડાઇનો મામલો ઉપર પહોંચ્યો છે,
હવે ઉપરથી ય મોવડીઓ મક્કમ રહે તો નામ જાહેર થયુ જ સમજો ને જો વિલંબ થાય તો સમજો કે કે રવિવારની રાત સુધી રાહ કેમ જોવી? પછી એક જ દિવસમા ફોર્મની તૈયારી થય? આ બધા સવાલ દર્શાવી રાજકીય વિશ્લેષકોના મતે હાલારની બે બેઠકોની જેમ જ રાજ્યની બીજી અમુક બેઠકો ઉપર સ્થિતિ એ જ છે કે કા ગમે તે ઘડીએ નામ જાહેર થાય કાં તો કોંગ્રેસે હાઇકમાન્ડ શુ કહે છે અને દાવેદારોમા કોનુ જોર વધે તે બળાબળના પારખા થાય તેનો ખેલ હાલ રસપ્રદ તબક્કામા છે.
-આમ આદમી પાર્ટી CM ના દાવેદારની બેઠક માટે ય અસમંજસમા્.?
આમ આદમીપાર્ટીને આમ તો આ વખતે ચુંટણીમા વકરો એટલો નફો છે છતાય CM ના દાવેદાર માટે તો “ઓલા ઘરે જવુ કે આ ઘરે” તે નક્કી કરવામાં 4 દિ’ કાઢ્યા છે પહેલા કહે કે દ્વારકા થી લડશે પછી કે બે જગ્યાએથી લડશે પછી કે ખંભાળિયાથી લડશે હવે કઇક બીજુ વિચારે છે કે શુ.? તેમ સમીક્ષકો કહીને ઉમેરે છે આ અસમંજસતાનુ કારણ કઇ ગહન છે કે શુ.?