Mysamachar.in-જામનગર:
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી, કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી તેમાં જામનગરના ઉતર વિધાનસભાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ અટકળો કેટલીય લાગી રહી છે અને કોને ટીકીટ મળશે અને કોને ટીકીટ નહિ મળે તે તમામ વચ્ચે આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતે કોંગ્રેસમાં હોવા છતાં પણ ભાજપના હાલના ધારાસભ્ય હકુભા જાડેજાની કામગીરીની સરાહના કરી અને ભાજપ જો આ બેઠક પર અન્યને ટીકીટ આપે તો આ સીટ ભાજપના હાથમાંથી જશે તેવું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. એક અટકળ એવી પણ ચાલી રહી છે કે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને આ બેઠક પર ટીકીટ મળશે તેવી વાત છે, જો કે તે વાત સતાવાર નથી ત્યારે જ નયનાબા જાડેજાના આ નિવેદને સારી એવી ચર્ચાઓ જગાવી છે.