Mysamachar.in-ભાવનગર:
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે તેમ કહેવાય તો પણ અતિશયોક્તિ નથી.એવામાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે જામનગર સહીત રાજ્યભરમાં શાશક પક્ષ એટલે કે ભાજપમાં લડવા વાળા દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને સૌ પોતાની રીતે પોતાને ટીકીટ મળી જાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે, એવામાં કડક માસ્તરની છાપ ધરાવતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાવનગરમાં એક કાર્યક્રમમાં જાહેરમંચ પરથી જ ટીકીટ માટે અત્યારથી જ તલપાપડ થઇ રહેલા દાવેદારોને એક સલાહ આપી દીધી છે.
પાટીલે જાહેરમંચ પરથી કહ્યું કે….”જે કોઈ ઉમેદવાર નક્કી થશે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ જ નક્કી કરશે…પ્રમુખ તરીકે એક પણ ઉમેદવાર નક્કી કરવાની સતા મારી પાસે નથી,બધી જ સતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે જ છે,અને તે બધા જ ઉમેદવારોને સારી રીતે ઓળખે છે.તમારે કઈ કેહવું હોય તો મને કેહ્જો હું તમારી વાત પહોચાડી દઈશ પણ જે કાઈ થશે તે ઉપરથી જ નક્કી થશે.