• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 20, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હાંકલ પડે ને હડી કાઢે તેવા કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના ઉમેદવાર અસ્લમ ખીલજી અને સામાજિક કાર્યકર હાજી રીઝવાન જુણેજા પાસે છે લોકસેવાનુ ભાથુ

My Samachar by My Samachar
February 15, 2021
in રાજકારણ
Reading Time: 2 mins read
A A
હાંકલ પડે ને હડી કાઢે તેવા કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના ઉમેદવાર અસ્લમ ખીલજી અને સામાજિક કાર્યકર હાજી રીઝવાન જુણેજા પાસે છે લોકસેવાનુ ભાથુ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

સાચા પ્રજાના સેવક હોય તે હાંકલ પડે ને હડી કાઢતા હોય પ્રજાની પડખે ઉભા રહેતા હોય માત્ર વાતો નહી લોક સેવાનુ ભાથુ હોય તેને જ પ્રજા ચુંટણીમાં મત આપે છે, આવુ જ વોર્ડ નંબર 12 માં કોંગ્રેસના ઉમેદવાર અસ્લમ ખીલજી અને સામાજિક કાર્યકર રીઝવાનભાઈ જુણેજા માટેનો પોઝીટીવ માહોલ બન્યો છે, કેમ કે આ ઉમેદવાર લોકો માટે સુવિધાના કાર્યો અઢળક કરાવ્યા છે, તો જનસેવા ના અગણીત કાર્યો સાથે હંમેશા પ્રજા પ્રશ્ને જોરદાર લડત આપી છે, માટે અસ્લમભાઇ અને સામાજિક કાર્યકર રીઝવાનભાઇ ની લોકપ્રિયતા એવી છે કે તેઓ પ્રજાના સાચા સેવક તરીકે ખુબ જાણીતા બની ગયા છે, તેમના પ્રત્યે  લોકોને એટલુ માન છે કે તેમના કરેલા કામો વિશે લોકો ગૌરવ લે છે આ ઉમેદવારોએ તો પોતાનો પ્રચાર પણ ન કરવો પડે એટલા લોકોના કામ કર્યા છે,

એક લોકસેવક કેવો હોય તેનું ઉદાહરણ જામનગર વોર્ડ નંબર 12 ના પૂર્વ કોર્પોરેટર જે વર્ષોથી આ વિસ્તારમાંથી કોર્પોરટર તરીકે ચુટાઈ આવે છે અને એક દિગ્ગજ નેતાની છાપ ધરાવે છે તેવા અસ્લમ કરીમભાઈ ખીલજી છે, જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા રહી ચુકેલા અસ્લમભાઇ લોકો માટે લડાયક નેતાની છાપ ધરાવે છે કારણ કે લોકોની હાકલ પડે અને અસ્લમ ખીલજી અને આ વિસ્તારના સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા લોકો પડખે ઉભા હોય તેવા લોકોના સાચા  નેતાઓ છે,

મનપાની આ ચુંટણીમાં વોર્ડ નંબર 12 માં કોઈ પરિવર્તન નહિ પરંતુ મતદારો પુનરાવર્તન કરશે તે વાત અસ્લમ ખીલજી અંગેનો રીવ્યુ લેતા સામે આવી છે, અસ્લમ કરીમભાઇ ખીલજી મ્યુ.કોર્પો.ની ચુંટણીમાં વોર્ડ નં.12 માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. અને છેલ્લી 4 ટર્મથી તેવો જંગી બહુમતીથી આ વિસ્તારમાંથી વિજેતા થતા ઉમેદવાર છે, અને વિરોધ પક્ષના નેતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી છે. વર્તમાન મ.ન.પા.ની ચુંટણીનું કાર્ય પુરજોશમાં ચાલી રહયું છે. પરંતુ ચિત્ર સૌની સામે સ્પષ્ટ છે. એવા ઉમેદવારને વિજયી બનાવો જે પ્રજાનો સાચા સેવક હોય, જે દરેક લોકોને પોતાના સમજીને નાત જાતના ભેદભાવ વગર, રાત-દિવસ જોયા વગર દરેક કામ કરતા હોય.

-પ્રજાના કાર્યો એ જ મારૂ કર્તવ્ય, લોકપ્રિય નેતા અસ્લમ ખીલજી

અસ્લમભાઇએ નગરસીમ વિસ્તારમા અંગત રસ લઈને  કરેલા એલ.ઇ.ડી. લાઇટ, ગટર, સી.સી.રોડ અને ખાસ તો પાણીના કાર્યો ખુબજ જાણીતા છે. એ સિવાય વોર્ડ નં.12 માં કાર્યો જેવા કે જાહેર રોડ પર સી.સી.રોડ, સી.સી.બ્લોકના કામ ગટર પાણી, લાઇટ, હોસ્પીટલ બ્લડ કેમ્પ તથા વૃધ્ધોને પેન્શન વગેરેના કાર્યો કર્યા છે. અને આવનાર સમયમાં પણ કરવાના છે, કોરોનાના કપરાકાળમાં લોકડાઉનમાં જરૂરીયાતમંદોને કેટલીય અનાજની કીટનો વિતરણ અસ્લમભાઇ ખીલજી દ્વારા કરવામાં આવ્યા છે, અસ્લમભાઇ કહે છે કે  હું પ્રજાને ખોટા વચનો આપતો નથી. પ્રજાના કાર્યો એજ મારું કર્તવ્ય છે. મારું જીવન છે. “અસ્લમ” એ જીંદગીની ખુલ્લી કિતાબ સમાન છે. સચ્ચાઇ મારી તાકાત છે. અને લોકોનું હિત એજ મારું ધ્યેય છે. માટે વોર્ડ નંબર 12 ની કોંગ્રેસની પેનલ પર લોકો વધુ એક વખત વિશ્વાસ મુકે અને જંગી લીડથી જીતાડે તેવી અપીલ પણ તેમના વિસ્તારના મતદારોને તેણે કરી છે.

-કોંગ્રેસના ઉમેદવાર અસ્લમભાઇ અને સામાજિક કાર્યકર રિઝવાન ભાઇએ વાતો નથી કરી લોકોને સુવિધા પહોંચાડી છે લોકોની સેવા કરી છે

જામનગર શહેર વોર્ડ નંબર 12 ના વિરોધપક્ષના પુર્વ નેતા અસ્લમભાઇ ખીલજી તથા સામાજિક કાર્યકર હાજી રીઝવાનભાઈ જુણેજાની વર્ષ 2015 થી 2020 સુધીની રાજકીય તથા સામાજીક કામગીરીની સફરની ઝલક જોઈએ તો જ ખ્યાલ આવે કે આ બન્ને સમાજ સેવામાં કેટલા રસતરબોળ છે, વર્ષ 2015 માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સૌરાષ્ટ્રભરમાં સૌથી હાઈએસ્ટ મત મેળવી કોંગ્રેસની આખી પેનલને વિજેતા બનાવેલ જેની કદર સ્વરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધપક્ષ નેતાનું પદ અસ્લમભાઇ ખીલજીને સોપવામાં આવ્યું નેતા પદ સંભાળ્યા બાદ સતત જામનગર શહેરની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા શકય એટલા પ્રયાસો કરી અને અનેક લડત શાશકપક્ષ સામે આપી અને માત્ર પોતાનો વિસ્તાર જ નહી પણ શહેરના તમામ સળગતા પ્રશ્નો પર લોકોને ન્યાય અપાવવામ અસ્લમભાઇ ખીલજીએ એક નેતા તરીકેની ખરી ભૂમિકા ભજવી છે જેને લોકો ક્યારેય ભૂલી નહી શકે કેમકે તેઓની મહેનત થી પ્રજા માટે કામ થયા તે જોઇએ તો…..

-નગરસીમ વિસ્તારમાં પ્રથમ વર્ષ 2015-16 માં સમ્પ ઈ.એસ.આર.પંપ હાઉસ નગરસીમની જનતાને પાણી મળી રહે તે માટે રૂપિયા 2,68,20,563/- ના ખર્ચે પંપ હાઉસ બન્યુ

-મહાપ્રભુજીની બેઠક ઝોન પાણી વિતરણ માટે મુખ્ય તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક પાણીની પાઈપલાઈન નગરસીમ પ્રોજેકટ હેઠળ વર્ષ 2016-17 માં નાખવામાં આવેલ જેનું ખર્ચ રૂ. 19,68,10,058 નું થયેલ છે.

-નગરસીમ વિસ્તારમાં મોરકંડા રોડ ઉપર છેલ્લા ૫ વર્ષમાં જે સોસાયટીઓ ડેવલપ થયેલ તે વિસ્તાર અને વાડી વિસ્તારોમાં પાણીની લાઈનો નખાવેલ છે. જેનું ખર્ચ રૂ.2,19,25,846/- (બે કરોડ ઓગણીસ લાખ પચીસ હજાર આઠસો છેતાળીસ પુરા) નું થયેલ છે.

-નગરસીમ વિસ્તાર અને ગઢની રાંગ અંદરના તમામ વિસ્તારોમાં રૂ.14,27,42,809/- (ચૌદ કરોડ સતાવીસ લાખ બેતાળીસ હજાર આઠસો નવ પુરા) ના ખર્ચે પાઈપ ગટર તેમજ ભૂગર્ભ ગટરના કામો કરાવેલ.

-નગરસીમ વિસ્તાર મોરકંડા રોડ પર આવેલા તમામ સોસાયટીઓનું પ્રાણ પ્રશ્ન સમાન ભૂર્ગભ કેનાલનું કામ રૂ.1.25 કરોડ ના ખર્ચે મંજુર કરાવી હાલ 60% ઉપર નું કામ થયુ છે જે આવનારા દિવસોમાં  100% પૂર થઈ જશે.

-નગરસીમ વિસ્તાર અને ગઢની રાંગ અંદરના તમામ વિસ્તારમાં રૂ. 4,42,00,000/- (ચાર કરોડ બેતાલીસ લાખ પુરા) ના ખર્ચે c.c. રોડ અને C.C. બ્લોક ના કામો કરાવેલ.

-વોર્ડ નં.12 ના તમામ વિસ્તારોમાં આશરે 4000 જેટલી L.E.D. લાઈટો નખાવેલ.

-નગરસીમ વિસ્તારમાં આશરે રૂપિયા 56 લાખના ખર્ચે (૫) નંદઘર (આંગણવાડી) નું નિર્માણ કરાવ્યું.

-વોર્ડ નં.12 ના તમામ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાના પોઈન્ટ બંધ કરાવી 25,000 જેટલી ડસ્ટબિનનું વિતરણ કરી લોકોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરેલ.

-જામનગર મહાનગરપાલિકામાં વર્ષો થી બંધ પડેલ સીટી બસ સેવા પુનઃ ચાલુ કરાવી અને બસો ની સંખ્યા વધારી

-જામનગર શહેરમાં રાજાશાહી વખતનો  દરબારગઢ જે શહેરનું નાક છે તેનુ નાકુ વર્ષોથી બંધ હાલતમાં હતુ જેને ફરી ચાલુ કરાવી તેમાં સ્વખર્ચે રંગરોગાન કરાવી, C.C. બ્લોક નખાવી શહેરની જનતા માટે ખુલ્લું મુકાવ્યું. જેથી ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો

-કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના ઉમેદવાર અસ્લમભાઇ અને સામાજિક કાર્યકર રીઝવાનભાઇ ની વિવિધ વર્ગ વિવિધ સમુહ માટેની  સામાજીક સેવાઓ

-નાત-જાતના ભેદભાવ વગર તમામ સમાજના સમૂહ લગ્નોમાં દીકરીઓને મદદરૂપ થતા રહ્યા છે

-યુવા વર્ગને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ તથા અન્ય રમતોને મહત્વ આપી તેમાં યોગદાન આપેલ.

-અલગ-અલગ સમાજની ધાર્મિક જગ્યાઓમાં રૂપિયા 1.25 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવેલ.

-અતિવૃષ્ટિમાં નીચાણવાળા વિસ્તારોમાં હર હંમેશ લોકોની સાથે રહી લોકોને સલામત સ્થળે ખસેડી રાહત સામગ્રીની વ્યવસ્થા કરેલ.

-છેલ્લા 15 વર્ષથી ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં સેવાઓ પૂરી પાડવા હંમેશા તત્પર રહ્યા.

-બ્લડ કેમ્પનાં આયોજન કરી જરૂરિયાત મંદોને બ્લડ ડોનેટ કરવામાં પણ મદદરૂપ થયા

-જામનગર શહેરમાં ડેગ્યુ જેવી જીવલેણ બીમારી ફેલાઈ તે સમયે ડોકટર અને આરોગ્યની ટીમ સાથે રાખી ડોર ટુ ડોર જઈ ફોગીંગ કરાવી આશરે 6000 જેટલા કુંટુંબોને દવાઓ આપેલ.

– R.T.E યોજના હેઠળ ગરીબ અને પછાત વર્ગના બાળકોના ફી શિક્ષણ મળે તે માટે વિનામુલ્યે ફોર્મ ભરવા માટે કેમ્પના આયોજન કર્યા.

-ઘણી  યોજનાઓ જેવી કે માં અમુતમ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના જેવી અનેક યોજનાઓના કેમ્પનું આયોજન કરેલ.

-લોકડાઉન જેવા કપરા સમયમાં જયારે લોકો હેરાન પરેશાન હોય ત્યારે ગરીબોને આશરે 6000 જેટલી રાશનકીટોનું વિતરણ કરેલ.

-કોરોના વાયરસ જેવી મહામારીને પહોંચી વળવા સ્વખર્ચે સેનીટાઈઝરની ગાડી બનાવી વોર્ડ નં. 12 ઉપરાંત આખા જામનગર શહેરમાં સેનીટાઈઝરનું છંટકાવ કરેલ.

-C.A.A અને N.R.C મુદે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન કરી આશરે 10000 લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કર્યા.

-તા.17/2/2018 માં જયારે દેશની  શર્મસાર ઘટના કહેવાય તેવી કાશ્મીરની દીકરી સાથે બરબર્તા થયેલ ત્યારે તેનો પણ સખ્ત વિરોધ કરી દોષીઓને સજા આપવાની માંગણી કરી.

-તા.14/2/2019 માં પુલવામામાં આતંકી હુમલો થયેલ ત્યારે ચાંદીબજાર ચોકમાં જબ્બર વિરોધ કરેલ. અને શહીદોને શ્રધ્ધાંજલિ આપેલ

-રૂપિયા 46 કરોડના સુવિધાકાર્યો કરાવી રાત દિવસ જનસેવાનું સુત્ર અપનાવ્યુ છે અસ્લમભાઇ અને રીઝવાનભાઇ

વોર્ડ નંબર 12 ના પૂર્વ કોર્પોરેટર અને હાલના આ જ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર એવા અસ્લમ કરીમભાઈ ખીલજીએ 5 વર્ષ માં એક પણ રજા રાખ્યા વિના રાત-દિવસ જોયા વગર લોકોના સુખદુ:ખમાં સાથે રહેલ અને હજુ પણ તેવો તેમના લોકસંપર્ક દરમિયાન લોકોને કહે છે કે ભવિષ્યમાં પણ જો આપનો સાથ સહકાર મળશે તો આગામી દિવસોમાં પણ અધૂરા કાર્યો પુરા થાય તેવા અથાગ પ્રયત્નો કરીશુ, માટે અસ્લમભાઇ ખીલજી સહિતની પેનલને જંગી બહુમતીથી વિજય બનાવવાના આહવાનને મતદારોએ ઝીલી લીધું છે તેમજ લોકોની દરેક પ્રકારની સુવિધા માટે વર્ષ 2015 થી 2020 સુધીનું માત્ર છેલ્લા પાંચ વર્ષનું સરવૈયું જોઇએ તો રૂ. 46,30,99,276/-ના પ્રજા માટેના ખુબ જરૂરી કામો કરાવનાર અસ્લમભાઇ અને રીઝવાનભાઇએ કહ્યુ કે “બાતે કમ કામ જ્યાદા, યહી હે હમારા વાદા” 

SendShareTweetShare

Join Us on Social

Recent News

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

May 19, 2025
જામનગરના વાલીઓ, શાળાઓની દાદાગીરીના તાબે ન થશો…

જ્ઞાનસાધના શિષ્યવૃતિ યોજના : નામ બડે, દર્શન ખોટે…

May 19, 2025
હાપા અને વણથલીના રેલ્વે સ્ટેશનોની કરોડોના ખર્ચે કાયાપલટ

હાપા અને વણથલીના રેલ્વે સ્ટેશનોની કરોડોના ખર્ચે કાયાપલટ

May 19, 2025
ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, શું હોય છે તેમાં સુવિધાઓ વાંચો

કામ શરૂ : અબજોના ખર્ચે અમદાવાદ-દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ-વે…

May 19, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

માર્ગ સલામતી સમિતિની બેઠક, ઓવર સ્પીડિંગ વાહનો પર કાર્યવાહી કરો : કલેકટર કેતન ઠક્કર

May 19, 2025
જામનગરના વાલીઓ, શાળાઓની દાદાગીરીના તાબે ન થશો…

જ્ઞાનસાધના શિષ્યવૃતિ યોજના : નામ બડે, દર્શન ખોટે…

May 19, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®