Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ચુંટણી આવતા જ આક્ષેપ પ્રતિ આક્ષેપની સીઝન જાણે ફુલી ફાલી છે રાજકીય પક્ષોના અમુક ઉમેદવારો ઉપર નવા-નવા પ્રકારના આક્ષેપો થઇ રહ્યા છે તેવુ જ ભાજપના વોર્ડનંબર 8 ના એક ઉમેદવાર સાથે થયુ અને આ ઉમેદવારે વીજચોરી કરી છે, તેવા આરોપ અને થયેલ આક્ષેપો અંગે તપાસ માંગવામા આવતા જ ઉમેદવાર દિવ્યેશ અકબરી પણ ચોંકી ઉઠ્યા કે તેમના ધ્યાનમા આવુ કઇ છે જ નહી અને આ પાયાવિહોણા આરોપો શહેરભરમાં દાવાનળની જેમ કાં વ્યાપી ગયા.?
હા આ વાત છે ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રજાસેવક પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુર્વ શાસકપક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરીની તેમને આજે “માયસમાચાર”સાથે વિશેષ વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરી છે કે કોઇ ભળતા નામવાળા અને ભળતી અટકધારી કોઇની વીજચોરીની કોઇ બાબત હોય તો તેમને ખબર જ નથી પરંતુ પોતે ક્યારેય વીજચોરી કરીય નથી અને વીજચોરીનો કોઇ કેસ તેમની વિરુદ્ધ થયાનુ પણ તેમની જાણમાં જ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે હુ ભાજપનો સિનિયર કાર્યકર્તા છુ તેમજ પદાધીકારી રહી ચુક્યો છુ માટે મને બદનામ કરવા કોઇએ આ પાયાવિહોણી બાબતને ઉછાળી છે અને વીજ ચોરીનો કોઇ નાનો કિસ્સો પણ તેમને કર્યો પણ નથી કે તેમના ઉપર નોંધાયો પણ નથી
દરમ્યાન તેમણે તેમના સમર્થકો ટેકેદારો માર્ગદર્શકો તેમના ગૃપ તેમજ મતદારોને પણ આશ્વાસન આપ્યુ છે કે તેમણે કોઇ વીજચોરી કરી હોય તેવુ તેમના ધ્યાનમા નથી આમ દિવ્યેશ અકબરીએ તેમના ઉપર કાદવ ઉછાળનાર આક્ષેપ કરનારાઓને આ સ્પષ્ટતાથી જડબાતોડ જવાબ વાળી દીધો છે.