Mysamachar.in-જામનગર
આજે પ્રદેશ ભાજપ દ્વારા થઇ જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જે જાહેરાતમાં જુના 64માં થી માત્ર 18 ને ફરી એટલે કે રીપીટ કરવામાં આવ્યા છે, જયારે બાકીના તમામને પક્ષે નો રીપીટ કર્યા છે, તો પહેલી યાદીમાં થોડી ક્ષતિઓ હતી જે સુધારી નવી યાદી જાહેર કરવાની ફરજ પડી હતી, જામનગર મહાનગરપાલિકામાં 16 વોર્ડ અને 64 કોર્પોરેટર છે, અને છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાશન આ મનપા પર છે,
– આ તમામ થયા રીપીટ
હુસેનાબેન અનવર સંધાર
ઉમરભાઈ ઓસ્માનભાઈ ચમરિયા
ડિમ્પલબેન જગતભાઈ રાવલ
જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા
અલ્કાબા વિક્રમસિંહ જાડેજા
સુભાષભાઈ જોશી
જડીબેન નારણભાઈ સરવૈયા
કેશુભાઈ મેરૂભાઇ મડામ
બીનાબેન અશોકભાઈ કોઠારી
કિશનભાઇ માડમ
રમાબેન બાબુભાઇ ચાવડા
અરવિંદભાઈ વલ્લભભાઈ સભાયા
દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી
કુસુમબેન હરિહરભાઈ પંડ્યા
ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢા
ધર્મરાજસિંહ જાડેજા
કેતનભાઈ જેન્તીભાઇ નાખવા
મનીષભાઈ પાષોત્તમભાઇ કંટારીયા
તો ત્રણ ટર્મ અને 60 વર્ષના નિયમ, રોટેશન વગેરેમાં પરિવારજનોને સેટ કઈ રીતે કરવામાં આવ્યા
-વોર્ડ નંબર 8 માં યોગેશ કણજારીયાને બદલે તેના પત્ની સોનલબેન કણજારીયાને તક આપવામાં આવી
-વોર્ડ નંબર 10 માં નટુભાઈ રાઠોડને બદલે તેના પત્ની આશાબેનને આપવામાં આવી ટીકીટ
-વોર્ડ નંબર 10 માં પૂર્વ મેયર હસમુખ જેઠવાને સ્થાને તેના પુત્ર પાર્થ જેઠવાને આપવામાં આવી ટીકીટ
-વોર્ડ નંબર 11માં પૂર્વ કોર્પોરેટર જશરાજ પરમારના પુત્ર તપન પરમારને આપવમાં આવી ટીકીટ