Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત ચુંટણીઓમા ઉમેદવારોની પસંદગીનુ અવઢવ હોય તે સ્વાભાવિક બાબત છે આ અંગે ભાજપ કોંગ્રેસ બંને માટે કસોટીરૂપ સ્થિતિ છે કેમકે સ્થાનિક સ્વરાજ્યમા સ્થાનીક સગવડતા ના પ્રજાના પ્રશ્નો રોજ હોય અને તે રોજ ઉકેલવા પડે નહી તો પ્રજા નારાજ થાય પ્રજા નારાજ થાય માટે ચુંટાયેલા સભ્ય કે આગેવાન કે તાલુકા કક્ષાના હોદેદાર વગેરે પ્રત્યે અણગમો થવા લાગે તે બાબત ધ્યાનમા લઇ પાર્ટીએ ઉમેદવાર પસંદ કરવા પડે માટે તે માથાના દુખાવારૂપ હોઇ અમુક વિસ્તાર માટે તો રાજકીય અગ્રણીઓ એવી ટીકા સાથે પસંદગી ઉતારે કે ઓછુ નબળુ કોણ છે?? એ ને તક આપીએ….. આવી રીતે પણ ઘણી વખત પસંદગી થઇ જતી હોય છે.
પંચાયત ક્ષેત્રમા આમ તો રાજ્યભરમા ગત ટર્મમા કોંગ્રેસને સારો ફાયદો થયો અને જામનગર જિલ્લામા પણ તેમજ થયુ પરંતુ શાસન પ્રણાલી અને સંગઠીત કાર્ય કોંગ્રેસ કરી શકી ન હોઇ તેમજ તેના દરેક ચુંટાયેલા સભ્યોનો વ્યક્તિગત લોકપ્રિયતા (અમુકને બાદ કરતા)નો ગ્રાફ ઉચો ગયો નથી વળી અમુકે તો કામ કે કોન્ટ્રાક્ટ પુરતો જ રસ લીધો હોય તેમને પ્રજા વચ્ચે ફરી કેમ મોકલવા તે પણ પક્ષ માટે સવાલ થાય ઉપરાંત કોંગ્રેસમા ચુંટાયેલા જિલ્લા તાલુકાના સભ્યો સિવાય સમાંતર કેડર ઉભી થાય તેવુ સંગઠન કક્ષાએથી ખાસ કામ જ થયુ ન હોઇ ખરેખર તો જીતે તેવા ઉમેદવારની ખોટ પડે તેવુ લાગે છે માટે પસંદગીમા ખરી કસોટી પક્ષના મોવડીઓની થાય તેવુ લાગે છે,
જ્યારે ભાજપ માટે પણ દરેક જગ્યાએ ગ્રામ્ય પ્રજા વચ્ચે ઉમેદવાર મુકવા એ એટલુ સહેલુ નથી કેમકે એક તરફ મોટાભાગના વિસ્તારોમા સતા ન હતી તેમજ સ્થાનીક કક્ષાએ લાગઠ રીતે એન્ટી ઇન્કમ્બન્સી નો લાભ પણ ન મળે તેમજ ભાજપનુ તાલુકા જિલ્લા કક્ષાનુ સંગઠન મોટાભાગના વિસ્તારમા નિષ્ક્રીય કે સુસુપ્ત રહ્યુ તેમજ પ્રજા સંપર્ક જાળવનારા ગ્રામ આગેવાનોની સંખ્યા ઉમેદવારીની જરૂર છે તેટલી પુરેપુરી નથી તેમજ વધુ પ્રોજેક્ટ કરી શકાય તેમજ લોકોની વચ્ચે જ રહેનારા વધુ નથી ઉપરાંત જ્યા ગામડાઓમા ભાજપ સમર્થક શાસક તરીકેના સભ્યો હતા તેમણે પણ ખાસ કઇ ગ્રામજનોનો વિશ્વાસ કેળવ્યો નથી તેમજ દરેક એ રોજ બરોજ ના પ્રશ્નોના કાયમી ઉકેલ તાલુકા અને જિલ્લા કક્ષાએથી ન કરાવ્યા હોય પ્રજામા માન કમાય શક્યા નથી હા જુજ એવા ભાજપના ગ્રામ્ય આગેવાનો ચોક્કસ ઉભરી આવ્યા એ સિવાયના પોતાના ધંધા ઉદ્યોગ કોન્ટ્રાક્ટ કે ફાયદા માટે વધુ વ્યસ્ત રહ્યા ત્યારે સરકાર કક્ષાએથી જે કામો થયા તે જ થયા હોઇ ભાજપ પાસે પણ પુરતા ચહેરા ન હોઇ પંચાયતમા જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉમેદવાર પસંદગી શિરદર્દ સમાન રહે તેવુ અનુમાન છે હા એક છે કે શાસક પક્ષ હોવાથી દાવેદાર વધુ નીકળે પણ જીતી શકે કે કેમ એ સમીક્ષાની બાબત છે.