Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
છેલ્લા કેટલાય સમયથી શહેર અને જીલ્લા ભાજપમાં એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રમુખ ક્યારે જાહેર થશે.? કારણ કે હાલના બન્ને પ્રમુખોની મુદ્દત પૂર્ણ થઇ ગઈ હોય નવા પ્રમુખોની આતુરતાથી રાહ કાર્યકરો જોઈ રહ્યા છે, તેનાથી પણ વધુ ચર્ચાસ્પદ બાબત હોય તો કોણ પ્રમુખ બનશે તે ચર્ચા હાલ ખુબ જ ચાલી રહી છે, સૌ પોત-પોતાના અનુમાનો લગાવી રહ્યા છે, પણ જેમ બધા જાણે છે કે જેની ચર્ચાઓ ચાલે છે તેમાંથી કોઈ ના હોય અને કોથળામાં થી બિલાડું નીકળે તેવી ટેવ ભાજપની પાછલા વર્ષોમાં પણ જોવા મળી છે, અને રાતોરાત લોટરી લાગી જાય તેમ ક્યાય ચર્ચામાં ન હોય તેવું નામ પ્રમુખપદ પર આરૂઢ થઇ જાય તો પણ નવાઈ નહી…

તો વળી પ્રમુખ તરીકે જે અમુકના નામ ચર્ચામા રહેતા હોય તેને ગલગલીયા થાય છે તો અમુકએ માથાના પગ પકડ્યા છે, તો અમુક એ લોબીંગ કરાવ્યુ છે તો અમુક એ સરકારમા બેઠેલાઓને આગામી સમયની દુહાઇ દીધી છે, આવી પ્રવાહી સ્થિતિમા કોણ તરીને ઉપર આવે છે તે જોવાનુ રોચક બની રહેશે કેમકે આ વખતે આ પ્રક્રિયા જેટલી જટીલ બની છે, તેવી ક્યારેય બની નથી, નથી વળી ભાજપમા જેમને પ્રમુખ કે મહામંત્રી થવુ છે, તેવા મુરતિયાની દરેકની જાન મજબુત નથી એવુ પણ બને છે, ભાજપમા જુના જોગી, નવા જોગી, કોંગ્રેસીકરણ તેમજ અમુકનુ કોંગ્રેસના નેતાઓ સાથે ગઠબંધન અમુકની અમુક કોંગ્રેસીઓને ભાજપમા ખેંચવાની વેંતરણ જેવી અનેક બાબતો તો વળી અમુક ઘણા સમયથી પદ પર ચીટકીને કાર્યકર્તાઓના જ કામ ન કરતા હોય તેવા નેતાઓથી નારાજ સમગ્ર હાલારના બંને જિલ્લા અને શહેરના સંગઠનના હાલના અને નવા સમાવેશ થનારા સૌને "શુ લાભ તે પણ સવાલ છે,

જાણવા મળી રહેલી વિગતો પ્રમાણે નવા સંગઠનના મુખ્ય પદ માટેની ગોઠવણો થાય છે, વળી પડી ભાંગે છે તેની વચ્ચે બે ય જિલ્લા અને શહેરમાંથી કોઇ ને પ્રદેશ કે ઝોનમા પણ જવાબદારી સોંપી કંઇક સમીકરણો સંતુલીત કરવા પ્રયત્નો થાય તો પણ નવાઇ નહી,…આ તમામ બાબતો વચ્ચે ધાર્યુ ધણી નુ થશે ધણી કોણ છે અને એ ધણીના માનીતાઓ કોણ કોણ છે, તે સૌ જાણે છે હવે સમય બતાવશે કોના ગજ વાગ્યા અને કોણે મો વકાસી બેસવુ પડશે કે બીજા કોઇ આંબા આંબલી ના સહારે પક્ષનુ વૈતરૂ કરવાનુ રહેશે એ દરેક માટે પ્રતિક્ષા કરવી જ પડશે
