Mysamachar.in-રાધનપુરઃ
ગુજરાત વિધાનસભાની 6 બેઠકોનું પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, આ પેટાચૂંટણીમાં જેના પર સૌ કોઇની નજર હતી તે અલ્પેશ ઠાકોરનો રાધનપુર સીટ પરથી કારમો પરાજય થયો છે.રાધનપુરમાં કોંગ્રેસનાં રઘુ દેસાઇ જીતી ગયા છે. જ્યારે ભાજપનાં અલ્પેશ ઠાકોરની કારમી હાર થઇ છે. મહત્વનું છે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને બાયડનાં ધવલસિંહ ઝાલાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.ભાજપને પણ પછડાટ ખાવાનો વારો આવ્યો છે,
પેટા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર અલ્પેશ ઠાકોરના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે બોલતો દેખાતો હતો કે હું મંત્રી બનીને લાવ લશ્કર લઇને આવીશ, જો કે આ વીડિયો અને પક્ષ પલટુંની રાજનીતિને કારણે અલ્પેશ ઠાકોરને ધોબીપછાડટ મળી છે. પોતે જ્યારે કોંગ્રેસમાંથી જે સીટ પરથી ચૂંટાયો હતો તે જ સીટ પર ભાજપ તરફથી લડ્યો અને તેમાં પરાજય મેળવ્યો છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના આયાતી ઉમેદવાર રઘુ દેસાઇનો વિજય થયો છે. એટલે કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.
હાર બાદ મીડિયા સાથે વાતચીત કરતાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે આવનારો સમય બધું કહેશે. મારા પર જાતિવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ હું ગરીબો માટે લડતો આવ્યો છું. છેલ્લા પાંચ વર્ષથી મારા વિરુદ્ધ કોઇ કેસ થયા નથી, અમે ક્યાંય તોફાન કર્યા નથી છતા અમને તોફાની કહેવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોર ઝંપીને બેશે તેવો મહોરો નથી. વિઘટનની રાજનીતીનો વિજય થયો છે.