Mysamachar.in-ગાંધીનગર:
જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચુંટણીમા વિજયી બનેલા રાઘવજી પટેલ આમ તો કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચાઓમાં રહે છે,તેવામાં વધુ એક વખત તેવો જામનગર સહિતના સોશ્યલ મીડિયામાં એટલા માટે છવાઈ ચુક્યા છે કે હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે,ત્યારે તેમાં જામનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્યની રૂએ રાઘવજી પટેલ પણ હાજર હતા,પણ સૌરાષ્ટ્રમા બપોરે સુવાની મોટાભાગના લોકોને ટેવ છે,અને કદાચ એટલે જ રાઘવજીભાઈ ને પણ સત્રમા ચર્ચાઓ ચાલી રહી હતી ને ઝોલું ચઢી ગયું,તે તસ્વીર જામનગરના સોશ્યલ મીડિયામા વિવિધ સ્લોગનો સાથે ભારે વાઈરલ થઇ રહી છે.
