Mysamachar.in-જામનગર:
આજે જામનગર લોકસભા બેઠકનું પરિણામ જાહેર થયું છે,અને જાહેર થયેલા પરિણામો જેના પર સૌરાષ્ટ્રની મહત્વની સીટ તરીકે નજર હતી તે જામનગર સીટ પર સાંસદ તરીકે સંસદીય મત વિસ્તારમાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવનાર લોકપ્રિય સાંસદ પુનમબેન પર ફરી વખત આજે પ્રજાએ વિશ્વાસ મૂકી અને ખોબલે-ખોબલે મતો આપ્યા અને જયારે આજે મતપેટીઓ ખુલી ત્યારે તેમાં પુનમબેન પ્રત્યેનો લોકોનો વિશ્વાસ પરિણામ સ્વરૂપે બહાર આવ્યો છે,અને પુનમબેન ને વધુ એક વખત સતારૂઢ કરવાનો મોકો હાલારીઓએ આપ્યો છે,હજુ ગણના ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં જે ગણતરી થઇ છે તે પ્રમાણે ૨,૨૩,૫૫૯ મતોની લીડ પુનમબેનને મળી ચુકી છે,ત્યારે હજુ લીડ વધે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી,પુનમબેનની જીતથી હાલારમાં મતદારો,ભાજપના કાર્યકરો અને આગેવાનો મા હર્ષની લાગણી જોવા મળી રહી છે,તો સામે પક્ષે કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી જવા પામ્યો છે.


